બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Children under the age of 14 are now banned from using social media platforms in Florida
આજકાલ લગભગ દરેક લોકો સોશ્યલ મીડિયા વાપરે છે. શાળામાં ભણતા બાળકોથી લઈને વૃદ્ધો દરેક લોકો સોશિયલ મીડિયાનો અઢળક ઉપયોગ કરે છે. જો કે ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે જેમાં સોશિયલ મીડિયાને કારણે બાળકો પર ખરાબ અસર પણ પડી હોય.
ADVERTISEMENT

એવામાં હવે યુનાઇટેડ સ્ટેટ્સના ફ્લોરિડા રાજ્યમાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સોમવારે એટલે કે 25 માર્ચના રોજ ફ્લોરિડા રાજ્યના ગવર્નર રોન ડીસેન્ટિસે એક કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં કહેવામાં આવ્યું છે કે 14 થી 15 વર્ષની વયના બાળકોને પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે માતાપિતાની સંમતિની જરૂર પડશે. આ પગલું બાળકોને તેમના માનસિક સ્વાસ્થ્ય માટેના ઓનલાઈન જોખમોથી બચાવવા માટે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે તે તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ કરવા પડશે જેમાં માતાપિતાની સંમતિ નથી.

ADVERTISEMENT
જણાવી દઈએ કે આ બિલ 1 જાન્યુઆરી, 2025 ના રોજ કાયદો બની જશે અને એ સમયથી સગીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ કરવામાં આવશે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે 'સોશિયલ મીડિયા બાળકોને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે, અને આ પગલું માતાપિતાને તેમના બાળકોની સુરક્ષામાં પણ મદદ કરશે.
જો કે બિલમાં કોઈ પ્લેટફોર્મનું નામ નથી, તે મેટ્રિક્સ, ઓટોપ્લે વીડિયો, લાઈવ સ્ટ્રીમિંગ વગેરે જેવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિશે વાત કરે છે. સરકારનું માનવું છે કે ઈન્ટરનેટ મીડિયા બાળકોને એવી બાબતોથી ઉજાગર કરે છે જે તેમનામાં ડિપ્રેશન, આત્મહત્યા અને ડ્રગ્સની લતનું કારણ બને છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.