કેરલના તટીય વિસ્તાર અલપ્પુઝાના શહેર કાયમકુલમમાં એક મહિલાએ પોતાના બાળકને સાથે રાખવા માટે ટાવર પર ચડી ગઈ હતી. ત્યાર બાદ ભારે હોબાળો થયો હતો.
કેરલમાંથી શોલે ફિલ્મના દ્રશ્ય જેવો મામલો સામે આવ્યો
મહિલા બાળક માટે થઈને મોબાઈલ ટાવર પર ચડી ગઈ
મધમાખીએ હુમલો કર્યો તો ઉતરી ગઈ, જીવ બચી ગયો
બોલિવૂડની આઈકોનિક ફિલ્મ 'શોલે'માં બસંતીના પ્રેમના ચક્કરમાં વીરુ ટાવર પર ચડી ગયો હતો, આખું ગામ તેને નીચે ઉતારવા માટે મથી રહ્યું હતું, બસંતી પણ આ જોઈને આવી પહોંચી હતી. પણ કેરલના તટીય વિસ્તાર અલપ્પુઝાના શહેર કાયમકુલમમાં એક મહિલાએ પોતાના બાળકને સાથે રાખવા માટે ટાવર પર ચડી ગઈ હતી. ત્યાર બાદ ભારે હોબાળો થયો હતો.
મહિલા બીએસએનએલના ટાવર પર ચડીને સુસાઈડ કરવાની ધમકી આપવા લાગી હતી. હકીકતમાં મહિલાનો પતિ તેના બાળકોને તેની સાથે લઈ ગયો હતો. મહિલા આ વાતથી નારાજ હતી અને પોતાના બાળકને પાછુ માગી રહી હતી. ટાવર પર ચડવા દરમિયાન વારંવાર કહી રહી હતી, બાળક પાછુ દો, નહીંતર ટાવર પરથી કુદી જઈશ.
મધમાખીઓએ હુમલો કર્યો, મહિલા તુરંત નીચે ઉતરી ગઈ
ટાવર પર ચડ્યા બાદ મહિલા પર મધમાખીઓએ હુમલો કરી દીધો. તેને કારણે મહિલા મધમાખીઓથી ઘેરાઈ ગઈ અને ડંસ મારવા લાગી. મધમાખીઓના હુમલાથી ડરીને મહિલા ટાવર પરથી નીચે ઉતરવા લાગી. જેવી જમીન નજીક પહોચી કે, સુરક્ષાકર્મીએ જાળ ફેલાવી હતી, તેમાં કુદી ગઈ.
પોલીસે કહ્યું મધમાખીઓથી જીવ બચી ગયો
મહિલાને ટાવર પરથી નીચે ઉતારવા માટે પોલીસ અને સુરક્ષાકર્મીઓની મદદ લેવામા આવી હતી, પણ મહિલાએ કોઈની વાત માની નહીં. પણ જ્યારે મધમાખીઓએ હુમલો કર્યો તો, મહિલા ફટાફટ નીચે ઉતરી ગઈ હતી. અધિકારીઓનું કહેવુ છે કે, મધમાખીઓના હુમલાના કારણે મહિલાનો જીવ બચી ગયો. નહીંતર આ મહિલા કોઈનું માનવા તૈયાર નહોતી. હાલમાં મહિલા હોસ્પિટલમાં છે અને તેની હાલત નોર્મલ છે. પોલીસ મહિલા અને તેના પતિ પાસેથી બાળકો મેળવવાની કોશિશ કરી રહી છે.
ટાવર પર ચડવાના કારણે થઈ શકે છે કેસ
મોબાઈલ ટાવર, વિજળીના ટાવર પર જીવ આપવાના ઈરાદાથી ચડવાના કેસમાં પોલીસ કેસ થઈ શકે છે. ટાવર પર ચડીને આત્મહત્યા કરવાની કોશિશ, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાની કોશિશ, અશાંતિ ફેલાવવી, કાયદો અને વ્યવસ્થા બંગ કરવાની જેવી કેટલાય કલમ અંતર્ગત ફરિયાદ થઈ શકે છે. પોલીસે આવા કેટલાય કેસો નોંધ્યા છે અને કાર્યવાહી પણ થઈ છે.