બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Chief Minister Bhupendra Patel reviewed the disaster management preparedness

હૈ તૈયાર હમ / બિપોરજોય વાવાઝોડાને લઇને સરકાર એલર્ટ, CM ભૂપેન્દ્ર પટેલે 13 જિલ્લાના કલેક્ટર સાથે યોજી બેઠક, આપ્યા આ નિર્દેશ

Dinesh

Last Updated: 10:49 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા કરી, ‘બીપોરજોય’ વાવાઝોડાની સંભવિત અસર સામે જિલ્લા તંત્રવાહકો ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચથી તૈયાર

  • ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની સમીક્ષા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
  • રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમીક્ષા બેઠક
  • 'આગાહી મુજબ દરિયાકાંઠાના જિલ્લાઓ આગોતરા આયોજન કરે'

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓના જિલ્લા કલેક્ટરઓ સાથે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ યોજીને આપત્તિ વ્યવસ્થાપન-ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. રાજ્યમાં આ વિસ્તારોમાં ‘બીપોરજોય’ વાવાઝોડાની સંભવિત અસરો સામે ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચથી બધા જ જિલ્લાઓએ કરેલા આયોજનની વિગતો મુખ્યમંત્રીએ આ બેઠકમાં મેળવી હતી.

સાવચેતી અને સલામતી અંગે ચર્ચા
ભારતીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક મોહંતીએ બેઠકમાં જણાવ્યું કે, પ્રવર્તમાન સ્થિતિએ આ ‘બીપોરજોય’ વાવાઝોડું પોરબંદરથી દૂર સ્થિત થયેલું છે, પરંતુ તેની ગુજરાત પર ટકરાવાની સંભવિતતા નહીવત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આમ છતાં દરિયાકાંઠાના 13 જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જામનગર, સુરત, વલસાડ, નવસારી વગેરેમાં કલેક્ટરઓને પૂરતી સતર્કતા અને તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવી, તેમ જ ફીશિંગ એક્ટિવિટી સંપૂર્ણ બંધ રહે તે માટેની કાળજી લેવી અને ભારે પવન ફૂંકાવાની શક્યતાઓને પગલે માર્ગો પર વીજથાંભલાઓ કે ઝાડ પડી જવા અને બેનર્સ કે હોર્ડિંગ્સથી અસર પડે તો તાત્કાલિક દૂરસ્તીકાર્ય માટે ટીમો તૈયાર કરવાની સમીક્ષા પણ બેઠકમાં કરવામાં આવી હતી.

સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરનો ત્વરાએ સંપર્ક કરવા સૂચના
મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા તંત્રવાહકોને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કેન્દ્રિય હવામાન વિભાગના વખતોવખતના બુલેટિન અને સૂચનાઓનું સ્થાનિક સ્થિતિ મુજબ પાલન થાય તે જરૂરી છે. તેમણે રાજ્ય સરકારની મદદની જરૂર જણાય તો સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરનો ત્વરાએ સંપર્ક કરવા પણ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન સહિત વરિષ્ઠ સચિવઓ અને એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ