બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / બિઝનેસ / check these 4 points if you have multiple bank accounts know beneficial for customers or not

તમારા કામનું / શું તમે પણ એક કરતા વધારે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા છે? નુકસાનથી બચવું હોય તો જરૂર જાણીલો આ નિયમ

Arohi

Last Updated: 06:34 PM, 26 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે વધુમાં વધુ કેટલા બેન્ક એકાઉન્ટ ખોલો તેની કોઈ લિમિટ નથી. પરંતુ તમારે તે તમામ એકાઉન્ટ એક્ટિવ રાખવા પડશે. તમારે તે બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન ચાલુ રાખવું પડશે. જો તમે આમ નહીં કરો તો એકાઉન્ટ ડિએક્ટિવેટ થઈ જશે.

  • બેન્ક એકાઉન્ટને લઈને આ વાતોનું રાખો ધ્યાન 
  • નહીં તો ડિએક્ટિવેટ થઈ શકે છે તમારૂ ખાતુ 
  • એક કરતા વધારે બેન્ક એકાઉન્ટ હોય તો જાણી લો આ વાતો 

બેંકો ગ્રાહકોને એકસાથે અનેક ઑફર્સનો લાભ આપે છે. તમારી પાસે જે બેંકનું કાર્ડ છે તેના આધારે તમને ઘણી સુવિધાઓ પણ મળશે. આ ખાસ કરીને ક્રેડિટ કાર્ડ્સ પર આ વાત સંપૂર્ણ રીતે લાગુ થાય છે. પરંતુ આજકાલ ડેબિટ કાર્ડ પર પણ ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ફાયદાને ધ્યાનમાં રાખીને, લોકો એક સાથે અનેક બેંક કાર્ડ રાખે છે. 

આ માટે તેમને અલગ-અલગ બેંકોમાં ખાતા ખોલાવવામાં કોઈ તકલીફ હોતી નથી. એક કરતાં વધુ બેંકોમાં ખાતું હોવું સારી બાબત છે. પરંતુ કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે આમ નહીં કરો તો બેંક કાર્ડ પર નફાને બદલે તમને મોટું નુકસાન થઈ શકે છે. આવો જાણીએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

મિનિમમ બેલેન્સ 
બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ જાળવવું જરૂરી છે. દરેક બેંકના પોતાના નિયમો હોય છે જેના હેઠળ ખાતામાં દર મહિને ચોક્કસ બેલેન્સ જાળવવાનું હોય છે. બેંકો બેંકિંગ સુવિધાઓના ખર્ચ અને એકાઉન્ટ ચલાવવાના ખર્ચને ધ્યાનમાં રાખીને આ બેલેન્સ નક્કી કરે છે. તેથી જો દર મહિને નિર્ધારિત લઘુત્તમ બેલેન્સ જાળવી રાખવામાં ન આવે, તો બેંક તમારી પાસેથી કેટલાક ચાર્જ વસૂલ કરી શકે છે. આ ચાર્જથી બચવા માટે દરેક સમયે મિનિમમ બેલેન્સ જાળવવું જરૂરી છે.


 
વિડ્રોવલ લિમિટ
મિનિમમ બેલેન્સની જેમ, તમારા બેંક કાર્ડમાં વિડ્રોવલની ખાસ મર્યાદા હોય છે. બચત ખાતાના ડેબિટ કાર્ડ પર દરરોજ વિડ્રોવલની મર્યાદા નક્કી કરવામાં આવે છે. આ મર્યાદા અનુસાર, એક દિવસમાં મહત્તમ રકમ ઉપાડી શકાય છે. આ હિસાબથી જો તમે વધુને વધુ બેંક ખાતા રાખો છો, તો તમને એક દિવસમાં મહત્તમ રકમ વિડ્રોવલની સુવિધા મળે છે. 

બેન્ક એકાઉન્ટ ખોવા પર કોઈ મર્યાદા હોતી નથી. પરંતુ તમારે તે એકાઉન્ટ એક્ટિવ રાખવું પડશે. તમારે તે એકાઉન્ટમાં પણ ટ્રાન્ઝેક્શન કરવાનું ચાલુ રાખવું પડશે. જો તમે આમ નહીં કરો તો એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે. તે એકાઉન્ટને પછીથી એક્ટિવેટ કરવા માટે તમારે અલગ ચાર્જ ચૂકવવો પડશે.

બેંક ચાર્જિસ
તમારા બેંક એકાઉન્ટ પર ઘણી બધી મફત સુવિધાઓ ઉપલબ્ધ છે. આમ વધુ બેંક ખાતા એટલે વધુ મફત સુવિધાઓ. પરંતુ કેટલીક સેવાઓ પૈસા વાળી પણ હોય છે. આ સુવિધાઓ મેળવવા માટે તમારે અલગ-અલગ ફી અને ચાર્જ ચૂકવવા પડશે. 

ઘણીવાર એવું જોવા મળે છે કે ગ્રાહકો આવી ફી અને ચાર્જીસ વિશે બહુ જાગૃત હોતા નથી. ખાતું ખોલાવતી વખતે, તમારે આ વિશેષ સુવિધાઓ અને તેના પર વસૂલાતા ચાર્જ વિશે બેંક પાસેથી સંપૂર્ણ માહિતી મેળવવી જોઈએ.

ઈન્શ્યોરન્સનો ફાયદો
જો તમે કોઈપણ બેંકમાં ખાતું ખોલાવ્યું છે. તો જાણી લો કે દરેક ખાતા પર વીમા કવચની સુવિધા ઉપલબ્ધ છે. ગ્રાહકને એક ખાતા પર 5 લાખ રૂપિયાનો વીમો મળે છે. પહેલા આ રકમ 1 લાખ રૂપિયા હતી જે વધારીને 5 લાખ કરવામાં આવી છે. આ વીમો ઘણી રીતે મેળવી શકાય છે. આ વીમો અકસ્માતના કિસ્સામાં કામ આવે છે. અથવા જો બેંક નાદાર થઈ જાય, તો આ વીમા કવર કામમાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ