Centre Clears 5 New Supreme Court Judges After "Very Serious" Warning
વિવાદનો અંત /
સુપ્રીમને મળ્યાં પાંચ નવા જજ, કોલેજિયમની ભલામણને કેન્દ્રની લીલીઝંડી, કેટલો સ્ટાફ છે ટોપ કોર્ટનો
Team VTV07:52 PM, 04 Feb 23
| Updated: 07:54 PM, 04 Feb 23
ઘણા સમયની ગડમથલ બાદ આખરે સરકારે સુપ્રીમમાં પાંચ નવા જજોની નિયુક્તીને લીલીઝંડી આપી દીધી છે.
સુપ્રીમ અને સરકાર વચ્ચેનું કોકડું ઉકેલાયું
સરકારે પાંચ નવા જજોની નિયુક્તિને આપી લીલી ઝંડી
સુપ્રીમે સરકારને સૂચવ્યાં હતા પાંચ નામ
ભલામણમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું પણ હતું નામ
ગુજરાત ચીફ જસ્ટિસ અરવિંદ કુમારને ન મળ્યું સ્થાન
સુપ્રીમ કોર્ટની કડક ચેતવણી અને ઠપકા બાદ કેન્દ્ર સરકારે શનિવારે પાંચ નવા જજોની નિયુક્તિને લીલી ઝંડી આપી દીધી છે. આ પાંચેય જજો વિવિધ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે જેમને હવે પ્રમોટ કરીને સુપ્રીમમાં લવાયા છે.
Five judges appointed to Supreme Court: Law Minister Kiren Rijiju
કોણ કોણ બન્યાં સુપ્રીમના જજ
આ પાંચ જજોમાં રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પંકજ મિત્તલ, પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સંજય કરોલ, મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પીવી સંજય કુમાર, પટના હાઈકોર્ટના જજ અમાનુલ્લાહ અને અલ્હાબાદ હાઈકોર્ટના જજ મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે.
કાયદા મંત્રી કિરણ રિજિજુએ આપી જાણકારી
કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુએ ટ્વિટ કરીને કહ્યું, "ભારતના બંધારણ હેઠળની જોગવાઈઓ અનુસાર, ભારતના માનનીય રાષ્ટ્રપતિએ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને જજની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કર્યા છે. હું તે બધાને શુભેચ્છા પાઠવું છું. કિરણ રિજિજુએ પોતાના ટ્વીટમાં પાંચ જજોના નામ વિશે પણ માહિતી આપી છે.
ડિસેમ્બરમાં સરકારે કરી હતી ભલામણ
સુપ્રીમની કોલેજિયમે ગત ડિસેમ્બરમાં પાંચ જજોની સરકારને ભલામણ કરી હતી અને તેની મંજૂરીને સરકારે અટકાવી રાખી હતી પરંતુ હવે તેને લીલીઝંડી આપી દીધી છે.
સુપ્રીમ કોર્ટમાં કેટલા જજ
સુપ્રીમ કોર્ટમાં જજની 34 મંજૂર જગ્યાઓ છે, જેમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજીઆઈ)નો પણ સમાવેશ થાય છે. હાલ સુપ્રીમ 27 જજો સાથે કામ કરી રહી છે અને તેમાં પાંચનો ઉમેરો થયો છે.