બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Car blown up in explosion near govt building in Donetsk

વોર / યુદ્ધના ભણકારા ! યૂક્રેનમાં જોરદાર કાર બ્લાસ્ટ, ગેસ પાઈપલાઈનમાં લાગી આગ, મોટાપાયે નુકશાનની આશંકા

Hiralal

Last Updated: 08:08 AM, 19 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધી રહેલી યુદ્ધની આશંકા વચ્ચે યૂક્રેનમાં સરકારી બિલ્ડિંગ નજીક એક મોટો કાર વિસ્ફોટ થયો છે જેને કારણે પાઈપલાઈનમાં આગ લાગી હતી.

  • રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા
  • યૂક્રેનના પૂર્વ શહેર ડોનેટ્સ્કમાં મોટો વિસ્ફોટ
  • રશિયાએ હુમલો કર્યો હોવાની આશંકા 

રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધના ભણકારાની વચ્ચે યૂક્રેનના પૂર્વ શહેર ડોનેટ્સ્કમાં એક મોટો વિસ્ફોટ થયો હતો.  આ ઘટના યુક્રેનના પૂર્વીય શહેર ડોનેટ્સ્કની છે, જેના પર રશિયા સમર્થિત અલગાવવાદીઓએ કબજો કરી લીધો છે. આ કાર રિજનલ સિક્યોરિટીના વડા ડેનિસ સિનિન્કોવની છે. તેમજ પૂર્વ યુક્રેનમાં ગેસ પાઇપલાઇનના એક ભાગમાં આગ લાગી છે.

કાર વિસ્ફોટ થતા ગેસ પાઈપલાઈનમાં લાગી આગ
કાર વિસ્ફોટ થતા ગેસ પાઈપલાઈનમાં આગ લાગી હતી જેમાં મોટાપાયે નુકશાનની આશંકા સેવાઈ રહી છે. હુમલો રશિયાએ કરી હોવાની આશંકા છે. 

શું શરુ થયું પુતિનનું ફોલ્સ ફ્લેગ ઓપરેશન 

રશિયન સરકારી મીડિયાએ સૌથી પહેલા કાર વિસ્ફોટની માહિતી આપીને તસવીર જારી કરી હતી. જો ફોલ્સ ફ્લેગ ઓપરેશનને લઈને પશ્ચિમની ચેતવણી સાચી સાબિત થાય તો તેનો અર્થ એવો થાય છે કે પુતિનની સેનાએ કારને બોંબથી ઉડાવી મૂકી હતી જેથી કરીને એવો દાવો કરી શકાય છે કે યૂક્રેનના પૂર્વ વિસ્તાર અને તેમાં રહેતા રશિયન નાગરિકો પર હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ બહાનોનો ઉપયોગ કરીને રશિય સૈનિક અને ટેન્ક સીમા પાર કરીને યૂક્રેન પર હુમલો કરી શકશે. 

રશિયાને અમેરિકાની અંતિમ ચેતવણી

હાલ સ્થિતિ તંગ છે અને અમેરિકી રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કરી દીધું છે કે રશિયા કોઈપણ ક્ષણે યુક્રેન પર હુમલો કરી શકે છે. પોતાના સંબોધનમાં બિડેને કહ્યું કે અમેરિકાને ઈનપુટ મળ્યા છે કે પુતિને યુક્રેન પર હુમલો કરવાનું મન બનાવી લીધું છે. તેઓ યુક્રેનની રાજધાની પર પણ હુમલો કરી શકે છે. રાષ્ટ્રપતિ બાઈડેનના જણાવ્યા અનુસાર તેઓ યુક્રેન સરહદ પર અમેરિકી સૈનિકોને મોકલવાના નથી. પરંતુ તેમનો ટેકો યુક્રેન સાથે રહેવાનો છે.

રશિયાએ યૂક્રેન પર હુમલાની પૂરી યોજના તૈયાર કરી-બાયડન 
અમેરિકી પ્રમુખ જો બાયડને જણાવ્યું છે કે રશિયાએ યૂક્રેન પર હુમલાની પૂરી યોજના તૈયાર કરી લીધી છે અને આગામી થોડા દિવસમાં તે યૂક્રેન પર હુમલો કરી શકે છે. અમેરીકાનો અંદાજ છે કે રશિયાએ યૂક્રેન નજીક 1,69,000 સૈનિકો ગોઠવી દીધા છે. 

યુક્રેન હુમલો કે રશિયન કાવતરું?

હુમલા અંગે વધુ માહિતી સામે આવી નથી. પરંતુ યુ.એસ.એ દાવો ચાલુ રાખ્યો છે કે રશિયા ધોધ ધ્વજ અભિયાન હેઠળ યુક્રેન પર આક્રમણ કરી શકે છે. જાણકારી માટે જણાવી દઈએ કે ફોલ્સ ફ્લેગ કેમ્પેઈન એટલે કે કોઈ દેશ પોતે જ પોતાના ક્ષેત્ર પર હુમલો કરે છે અને પછી તેના પર બીજા દેશ પર આરોપ લગાવે છે. પછી એ હુમલાના આધારે જવાબી કાર્યવાહી થવી જોઈએ.જ્યારથી રશિયા અને યુક્રેન વચ્ચે તણાવનો માહોલ શરૂ થયો છે, ત્યારથી પશ્ચિમના ઘણા દેશો સતત ચેતવણી આપી રહ્યા છે કે રશિયા ફોલ્સ ફ્લેગ અભિયાનના ભાગરૂપે યુક્રેન પર આક્રમણ કરી શકે છે. હાલ તો આ કાર બ્લાસ્ટિંગની ઘટના માટે યુક્રેનને જવાબદાર ઠેરવી રહી છે. સાથે જ અલગતાવાદી કબજા હેઠળના બંને વિસ્તારોમાંથી બાળકો અને મહિલાઓની હિજરત પણ શરૂ કરી દેવામાં આવી છે. બધાને એમ કહીને મોકલવામાં આવી રહ્યા છે કે યુક્રેન ટૂંક સમયમાં મોટો હુમલો કરી શકે છે. પરંતુ યુક્રેને આ દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. રશિયા પર તેમના વતી તેનાથી વિરુદ્ધનો આરોપ મૂકવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ