બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Captain Shikhar Dhawan will make the entry of this player in the ODI match against West Indies, this will be India's playing 11
Megha
Last Updated: 10:39 AM, 22 July 2022
ADVERTISEMENT
ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ દિવસની વનડે મેચની આજે શરૂઆત થવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયાની કમાન આ વખતે શિખર ધવનના હાથમાં સોંપવામાં આવી ચએ. સાથે જ વાઇસ કેપ્ટનની જવાબદારી રવીન્દ્ર જાડેજાને સોંપવામાં આવી છે. જો કે ભારતીય ટીમ છેલ્લા 16 વર્ષોમાં એક પણ વન ડે સિરીજ વેસ્ટ ઈન્ડિઝ સામે હારી નથી. આ વખતે પણ શિખર ધવનની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા આ સિરીજ જીતવા ઇચ્છશે અને કેપ્ટન શિખર ધવન પણ સિરિજને જીતવાની પૂરી કોશિશ કરશે.
The #WIvIND ODI series begins tomorrow! 👍 👍
— BCCI (@BCCI) July 21, 2022
Drop a message in the comments below & cheer for #TeamIndia. 👏 👏 pic.twitter.com/fYudJX0De8
ADVERTISEMENT
આ સાથે જ ટીમ ઈન્ડિયા આ સિરીજમાં ઘણા નવા પ્લેયરને રમવાનો ચાન્સ આપી શકે છે. વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે મેચમાં રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. એવામાં કેપ્ટન શિખર ધવન સાથે ઓપનિંગ કરવાનો મોકો ઇશાન કિશનને મળી શકે છે. હાલ ઇશાન ઘણા શાનદાર ફૉર્મમાં ચાલી રહ્યા છે. ત્રીજા નંબર પર વિરાટ કોહલીની જગ્યા એ શ્રેયસ અય્યરને મોકો મળી શકે છે.
નંબર ચાર પર સૂર્યકુમારની જગ્યા નક્કી રહેશે એવું લાગી રહ્યું છે. સૂર્યકુમારે ઈંગ્લેન્ડ સામે શાનદાર સતક લગાવીને ટીમ ઇન્ડિયામાં સારી જગ્યા બનવી લીધી હતી. પાંચમા નંબર પર વિકેટકીપરની જવાબદારી નિભાવતાસંજુ સેમસનને જગ્યા મળી શકે છે. છઠ્ઠા નંબર પર દિપક હુડ્ડાને મોકો મળી શકે છે.
'West Indies is a great opportunity for the youngsters to get exposure and play, says #TeamIndia ODI Captain @SDhawan25 ahead of #WIvIND series. pic.twitter.com/PBelvII28c
— BCCI (@BCCI) July 21, 2022
વેસ્ટ ઈન્ડિઝ સામે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી નહીં રમી શકે, એવામાં એમની જગ્યા મોહમ્મદ સિરાજ અને પ્રસિધ્ધ કૃષ્ણાને મોકો મળી શકે છે. સાથે જ શિખર ધવન આઈપીએલના સુપરસ્ટાર અર્શદીપ સિંહનું ડેબ્યૂ કરાવી શકે છે. એ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની ભૂમિકા નિભાવતા નજર આવી શકે છે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ મેચ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
શિખર ધવન (કેપ્ટન), ઈશાન કિશન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, દીપક હુડા, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, પ્રશાંત કૃષ્ણા, અર્શદીપ સિંહ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.