બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / બિઝનેસ / buy cheap gold before diwali dhanteras modi government is selling sovereign gold bonds on 25 october know more

Diwali 2021 / ધનતેરસ પહેલા મોદી સરકાર આપી રહી છે સસ્તુ સોનું ખરીદવાનો મોકો, જાણો કઇ રીતે લેશો લાભ

Arohi

Last Updated: 03:05 PM, 25 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિષ્ણાંતોનું કહેવું છે કે એક વર્ષમાં સોનામાં સૌથી વધુ કડાકો થયો છે. સરકારે પણ સોવરેન ગોલ્ડ બોન્ડની સાતમી સીરીઝ માટે કિંમત 4,765 રૂપિયા પ્રતિ કિલો નક્કી કર્યું છે.

  • ધનતેરસે સોનું ખરીદવા માંગો છો? 
  • મોદી સરકાર આપી રહી છે મોકો 
  • અહીં જાણો કઈ રીતે ઉઠાવશો લાભ 

ધનતેરસ પહેલા સસ્તું સોનું ખરીદવા માંગો છો તો સરકાર 25 ઓક્ટોબરથી પાંચ દિવસ માટે સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણનો મોકો આપી રહ્યું છે. તેમાં રોકાણકાર પર દર વર્ષે 2.50% ચોક્કસ વ્યાજ મળે છે અને તેમાં મેકિંગ ચાર્જ પણ નથી આપવું પડતું. વ્યાજના પૈસા દર મહિને રોકાણકારોના ખાતામાં પહોંચી જાય છે. 

4120 રૂપિયા થશે લાભ
નિષ્ણાંતોનું કહેવું છે કે એક વર્ષમાં સોનામાં મોટો ઘટાડો થયો છે. સરકારે પણ સોવરેન ગોલ્ડ બોન્ડની સાતમી સીરીઝ માટે કિંમત 4,765 રૂપિયા પ્રતિ એક ગ્રામ નક્કી કરી છે. તો ગયા વર્ષે ધનતેરસથી 412 રૂપિયા સસ્તુ છે. આ રીતે જો તમે 10 ગ્રામ સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદવાના છો તો તમને 4,120 રૂપિયા લાભ થઈ શકે છે. ઓનલાઈન ખરીદવા અને ડિજિટલ ચુકવણી પર પ્રતિ ગ્રામ 50 રૂપિયા છુટ મળશે. 

કોઈ ટેક્સ નથી
કોઈ પણ વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 1 ગ્રામ અને વધુમાં વધુ 4 કિલો ગ્રામ મુલ્યના સોવરેન ગોલ્ડ ખરીદી શકો છો. તેના 8 વર્ષના મેચ્યોરિટી સમય બાદ તેમાં થનાર લાભ પર કોઈ ટેક્સ નથી લાગતો. જો તમે 5 વર્ષ બાદ પોતાના પૈસા કાઢો છો તો તેનાથી થનાર લાભ પર લોન્ગ ટર્મ કેપિટલ ગેનના રૂપમાં 20.80% ટેક્સ લાગે છે. 

આ રીતે પણ કરી શકો છો રોકાણ 
ભૌતિક સોનુ 

ઘરેણા, બાર, બિસ્કિટ અથવા સિક્કાના રૂપમાં પણ સોનામાં રોકાણ કરી શકો છો. તેમાં રોકાણ મુલ્ય પર 3% લાગશે. ડિઝાઈન અને મેકિંગ રકમ પણ નહી આપવાની રહે, જે સોનાની કિંમતના લગભઘ 10% હશે. 

ગોલ્ડ ઈટીએફ 
તેમાં રોકાણની સીમા નથી. જો કમે 36 મહિનાથી ઓછા સમયમાં તેને વેચો છો તો શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ આપવું પડે છે અને લાભ પર સ્લેબ અનુસાર ટેક્સ, 36 મહિના અથવા વધુ સમય સુધી રાખવા પર લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ અને લાભ પર 20% ટેક્સ ચુકવવો પડે છે. 

ડિજિટલ સોનું 
ફોનપે, પેટીએમ અથવા સ્ટોક હોલ્ડિંગ કોરપોરેશન, તનિષ્ક જેવા મોટા બ્રાન્ડ અને વાણિજ્યિક બેન્કોથી ખરીદી શકો છો. તેમાં મોટાભાગે પાંચ વર્ષ સુધી ખરીદી શક છો. ત્યાર બાદ સિક્કા-બારમાં બદવા અથવા વેચવાનું રહેશે. 

પૈસા લગાવવા માટે સારો સમય 
ધનતેરસ પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. હાલ વૈશ્વિર માહોલમાં પીળી ધાતુમાં રોકાણ કરવા માટે સારો સમય છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મોંઘવારીને લઈને ચિંતા દર્શાવવામાં આવી રહી છે. ડોલર સૂચકાંકમાં પણ તેજી નથી  આવી રહી અને ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે. આ બધા જગ્યાઓ પર સોનાના સમર્થન મળી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ