બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / BSF shot down Pakistani drone which was carrying 2.7 kg heroine drugs

દેશ / આતંકીઓનો વધુ એક પ્લાન નિષ્ફળ! અમૃતસરમાં BSFનાં જવાનોએ પાકિસ્તાની ડ્રોનનો કર્યો નાશ, મળી આવ્યો ડ્રગ્સનો મોટો જથ્થો

Vaidehi

Last Updated: 10:50 AM, 29 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BSFએ અમૃતસરમાં આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડર પર વધુ એક પાકિસ્તાની ડ્રોન નષ્ટ કર્યો છે. ડ્રોન સાથે મોટી માત્રામાં ડ્રગ્સ પણ મળી આવ્યાં છે.

  • BSFએ પાકિસ્તાની ડ્રોનનો કર્યો નાશ
  • બોર્ડર ક્રોસ કરીને ડ્રગ્સ ભારત પહોંચાડતા ડ્રોનનો નાશ
  • 2.700 કિલોગ્રામ વજનનાં ડ્રગ્સ મળી આવ્યાં

BSFને અમૃતસર સીમાની પાસે ડ્રગ્સ લઈ જતો વધુ એક પાકિસ્તાની ડ્રોન મળી આવ્યો છે. રવિવારે રાત્રે આશરે 8.30 કલાકે સીમા સુરક્ષા બળનાં જવાનોને બોર્ડરની નજીક આવેલ ધનોઈ ખુર્દ ગામમાં ડ્રોનનો અવાજ સંભળાયો હતો. ડ્રિલ કરી રહેલા જવાનોએ તાત્કાલિક એ ડ્રોનનો નાશ કર્યો.

2.700 કિલોગ્રામ વજનનાં ડ્રગ્સ 
BSFનાં DIG સંજય ગૌડે જણાવ્યું કે 27-28 મેની રાતે BSFની એક ટૂકડીએ અમૃતસર જિલ્લાનાં ધનોઈ ખુર્દ ગામની પાસે એક ડ્રોનનો નાશ કર્યો છે. માદક પદાર્થ હેરોઈનનાં 3 પેકેટ મળી આવ્યાં છે. સૈનિકોને આશરે 2.700 કિલોગ્રામ વજનનાં ડ્રગ્સ મળી આવ્યાં છે. 

પાકિસ્તાનનો વધુ એક પ્રયાસ નિષ્ફળ
તપાસ બાદ સૈનિકોને કાળા રંગનું એક ડ્રોન ( ક્વાડકોપ્ટર, DJI મેટ્રિસ 300 RTK) મળી આવ્યો. આ ડ્રોનમાં નારકોટિક્સનો 1 બેગ હતો જે તાર સાથે બંધાયેલો હતો અને ડ્રગ્સનાં પેક ડ્રોનની અંદર મૂકવામાં આવ્યાં હતાં.  આમ ડ્રગ્સ મોકલવાની પાકિસ્તાનનો વધુ એક પ્રયાસ ભારતીય સૈનિકોએ નિષ્ફળ કર્યો છે.

આ મહિનાનો છઠ્ઠો ડ્રોન નષ્ટ
આ મહિનાનો આ છઠ્ઠો એવો ડ્રોન છે જેને ભારતીય જવાનોએ નષ્ટ કર્યો છે. 23 મેનાં  અમૃતસર સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોન નષ્ટ કરવામાં આવ્યો હતો જેમાં પણ નશીલા પદાર્થો મૂકેલા હતાં. BSFનાં સૈનિકોએ 19 મેનાં રોજ 2 ડ્રોનને મારી નાખ્યાં હતાં અને ત્રીજાની અટકાયત કરી હતી. આ સિવાય 20 મેનાં પણ એક ડ્રોને ભારતીય હવાઈ ક્ષેત્રની સીમાને પાર કર્યું હતું  જેને અમૃતસર સેક્ટરમાં ગોળીબારી કરી રોકી દેવાયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ