બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Box office collection of dasara beats ajay devgans bholaa earn ru 17 cr

મનોરંજન / સાઉથની 'Dasara'એ પહેલા જ દિવસે અજયની 'Bholaa'ને છોડી પાછળ, જાણો કેટલા કરોડની કરી કમાણી

Arohi

Last Updated: 02:25 PM, 31 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dasara Box Office Collection: નાનીની ફિલ્મ દસરાએ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. ફિલ્મે પહેલા જ દિવસમાં કમાણીના દરેક રેકોર્ડ તોડી અજય દેવગણની ભોલાને પછાડી દીધી છે.

  • નાનીની ફિલ્મ દસરાએ તોડ્યા બધા રેકોર્ડ 
  • અજયની ભોલાને પણ પછાડી
  • જાણો કેટલા કરોડની કરી કમાણી

ભારતીય બોક્સ ઓફિસ માટે 30 માર્ચ ખૂબ જ ખાસ રહ્યો છે. જ્યાં એક તરફ અભિનેતા અજય દેવગણની ફિલ્મ ભોલા સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ત્યાં જ બીજી તરફ સાઉછ ફિલ્મ દસરા પણ રિલીઝ થઈ છે. આ તેલુગુ ફિલ્મમાં ટોલીવુડ સ્ટાર નાની મુખ્ય ભુમિકામાં છે. 

ફિલ્મની તેના ફેંસ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે રિલીઝ થયા બાદ ફિલ્મ દસરાએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મેભોલાથી ખૂબ જ શાનદાર કમાણી કરી છે. જેની ટ્રેડ એનાલિસ્ટ્સને પણ આશા ન હતી. 

ફિલ્મે કરી નાખ્યો આટલા કરોડનો બિઝનેસ 
શરૂઆતી અનુમાન અનુસાર ફિલ્મ દસરાએ પોતાના પહેલા દિવસે જ લગભગ 17 કરોડનો બિઝનેસ કર્યો છે. નાનીની આ ફિલ્મને તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ અને હિંદી ભાષામાં રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મે સૌથી વધારે કમાણી તેલુગુ ભાષામાં કરી છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ દસરાના સૌથી વધારે શો આંધ્ર પ્રદેશ અને તેલંગાણા રાજ્યોમાં ચાલી રહ્યા છે. અહીંના ઘણા થિએટર્સમાં પહેલો શો સવારે 5 વાગ્યાથી જ શરૂ કરી દેવામાં આવી રહ્યો છે. 

નાનીની તેલુગૂમાં જબરદસ્ત ફેન ફોલોઈંગ 
ફિલ્મ દસરામાં નાનીની સાથે અભિનેત્રી કીર્તિ સુરેશ અને ધીક્ષિત શેટ્ટી, સમુથિરકાની અને શાઈન ટોમ ચાકો જેવા કલાકાર મુખ્ય ભુમિકામાં છે. ફિલ્મ દસરાનું નિર્દેશન શ્રીકાંત ઉડેલાએ કહ્યું છે. તમને જણાવી દઈએ કે નાનીએ આ પહેલા ઘણી ફિલ્મો કરી છે. જેના દ્વારા તેમની તેલુગૂ સિનેમામાં જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. 

તેની પહિલી ફિલ્મ અષ્ટા ચમ્મા હતી જે 2008માં રિલીઝ થઈ હતી. ત્યાર બાદ તે રાઈડ ભીમિલી કબડ્ડી ઝાટ્ટૂ, આલા મોડાલેંદી જેવી ફિલ્મોમાં જોવા મળ્યા. તેમની છેલ્લી ફિલ્મ 2022માં રિલીઝ થયેલી અડાડે સુંદરા હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Ajay Devgan Dasara Box Office Collection bholaa અજય દેવગણ ભોલા Box office collection of dasara
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ