બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / botad Car theft busted one accused arrested with 8 cars

બોટાદ / કાર ચોરીનો પર્દાફાશ, 8 કાર સાથે એક આરોપીની ધરપકડ, પોલીસે 1.21 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

Ajit Jadeja

Last Updated: 02:56 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી સહિતના રાજ્યોમાંથી ચોરીની કાર ગુજરાતમાં વેચવાના કારસ્તાનનો પર્દાફાશ થયો

Botad News: બોટાદ LCBએ આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ કર્યો છે. બોટાદના નાગલપરથી પોલીસે 8 કાર સાથે આરોપીની ધરપકડ કરી છે. નાગલપરથી તુલસી ઠોળીયા નામનો શખ્સ અન્ય રાજ્યોમાંથી મોઘી કારોની ચોરી કરી વેપાર અર્થે લાવતા હોવાનું સામે આવ્યુ છે. દિલ્લી સહિત અન્ય રાજ્યોમાંથી કાર લાવીને સસ્તા ભાવે ગુજરાતમાં વેચી દેતો હતો. કેસમાં સુરતના બ્રિજેશ મોણપરા અને નાગલપરના રમેશ હાડગડાના નામ પણ ખુલ્યા છે. LCB પોલીસે 8 કાર સહિત 1.21 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

દિલ્હીથી ચોરીની કાર લવાતી

દિલ્હી સહિતના રાજ્યોમાંથી ચોરીની કાર ગુજરાતમાં વેચવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. અન્ય રાજ્યોમાંથી ટોળકીઓ દ્વારા ચોરીની કારને સસ્તાભાવે ગુજરાતમાં પધરાવી દેવામાં આવતી હતી અને આ કાર સ્થાનિકો દ્વારા સસ્તાભાવે આપી દેવામાં આવતી હતી. બોટાદ LCB પોલીસે આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં અન્ય લોકોના નામ પણ પોલીસ તપાસમાં ખુલી શકે છે. 

 

ચોરીની કાર કબજે લેવામાં આવી

બોટાદના નાગલપર ગામે LCB પોલીસને મળેલ બાતમીના આધારે રેડ કરતા નાગલપર ગામના તુલસીભાઈ કાનજીભાઈ ઠોળીયા નામના શખ્સ પાસેથી અલગ અલગ 8 ચોરાઉ કાર મળી આવી હતી. પોલીસે વધુ તપાસ કરતા આ શખ્સ દિલ્હી તેમજ અન્ય રાજ્યોમાંથી ચોરાઉ કાર લાવી સસ્તા ભાવે વેચતા હોવાનું બહાર આવ્યું છે. LCB પોલીસે કારનો કબ્જો લઈને 1.21 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ગાંધીનગર મનપા બની કોંગ્રેસ મુક્ત: ફક્ત બે જ કોર્પોરેટરો હતા, હવે બંનેએ રાજીનામા ધરી દેતા લાગ્યો ઝટકો 

સ્કેપ ગાડીઓની વિગતો ઉપયોગમાં લેતા

પોલીસને બાતમી મળી હતી કે ફોર વ્હીલ એટલે કે મોઘી ગાડીઓ શંકાસ્પદ લાવે છે જેથી તેને ડિટેન કરતા પુછપરછ કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં આઠ મોઘી ગાડીઓ કબજે લેવામાં આવી છે. ત્રણ ચોરીની ગાડીઓ અંગે જાન્યુઆરીમાં દિલ્હીમાં ગુના નોધાયેલા છે. બ્રીજેશનું નામ ખુલ્યુ છે તે સુરતનો રહેવાસી છે. અત્યારે પોલીસ દ્વારા ઝડપી લેવાયેલા આરોપીની પુછપરછ હાથ ધરી છે. કાર સંદર્ભની એક એપ જેમાં સ્કેપ ગાડીઓ ની વિગતો હોય છે તેના દ્વારા સ્કેપ થયેલી ગાડીની વિગતો મેળવી લેતા હતા અને ત્યારબાદ ચોરીની ગાડીઓના નકલી ડોક્યુમેન્ટ બનાવી ગ્રાહકોને સસ્તામાં વેચી દેતા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ