બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Bomb threat at Delhi Indian School, authority received an email saying there is a bomb in school premises

BREAKING / દિલ્હીની શાળામાં બોમ્બ મૂક્યાની ધમકી ભર્યો ઈ-મેઈલ આવતા હડકંપ, પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમોએ તપાસ આદરી

Vaidehi

Last Updated: 05:32 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bomb threat at Delhi School : દિલ્હીની સ્કૂલમાં બોમ્બની માહિતી મળતાંની સાથે જ હડકંપ મચ્યો. પોલીસ તાત્કાલીક ઘટના સ્થળ પર તપાસ કરવા પહોંચી.

  • દિલ્હીની સ્કૂલમાં બોમ્બ હોવાની શંકા
  • કોઈએ સ્કૂલને ઈ-મેઈલ કરી આપી ધમકી
  • તાત્કાલીક સ્કૂલ કરવામાં આવી ખાલી, પોલીસ તપાસ શરૂ

દિલ્હીનાં ડિફેંસ કોલોની વિસ્તારમાં સ્થિત એક સ્કૂલને આજે ઈ-મેઈલની મદદથી કેમ્પસમાં બોમ્બ હોવાની સૂચના મળી હતી. આ સૂચનાથી સમગ્ર સ્કૂલમાં હડકંપ મચી ગયો હતો અને તાત્કાલિક સ્કૂલને ખાલી કરી દેવામાં આવ્યું હતું. બોમ્બ નિરોધક ટીમ બાદ SWAT ટીમ પણ સ્કૂલ પહોંચી હતી.

ઈ-મેઈલ પર મોકલી ધમકી
જાણકારી અનુસાર BRT રોડ પર સ્થિત ઈન્ડિયન સ્કૂલમાં આજે સવારે 10.49 વાગ્યે એક ઈ-મેઈલ આવ્યો. તેના સબજેક્ટમાં બોમ્બની ધમકી લખેલી હતી. મેઈલમાં લખવામાં આવ્યું હતું કે સ્કૂલમાં બોમ્બ પ્લાંટ કરવામાં આવ્યો છે.  આ ઈમેઈલ મળતાં જ સ્કૂલ પ્રશાસન એક્શન મોડમાં આવી ગયું અને તરત પોલીસને સૂચના આપવાની સાથે સ્કૂલ ખાલી કરાવી દીધી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ બોમ્બ નિરોધક ટીમની સાથે સ્કૂલ પહોંચી હતી.

માતા-પિતાને બાળકોને લઈ જવા કહ્યું
વીડિયોમાં જોઈ શકાય છે કે સ્કૂલની બહાર ભીડ જમા થઈ ગઈ છે. મોટાભાગે બાળકો અને તેમના વાલી ગેટ પાસે ઊભા રહી ગયાં છે.એક વાલીએ કહ્યું કે 'અમને સ્કૂલ તરફથી મેસેજ આવ્યો હતો કે તમારા બાળકોને સ્કૂલથી લઈ જાઓ.' જો કે અત્યાર સુધી બોમ્બ મળ્યાંની માહિતી સાચી હતી કે ખોટી હતી અને કોણે આ મેઈલ મોકલીને ધમકી આપી હતી તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.  પોલીસની તપાસ ચાલુ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ