બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / bollywood nawazuddin siddiqui bhumi pednekar upcoming film afwaah release date

રિલીઝ ડેટ / નવાઝુદ્દીન સિદ્દિકીની ફિલ્મ afwaahનું ટ્રેલર રિલીઝ, ચાહકોએ દિલ ખોલીને કર્યા વખાણ, જુઓ VIDEO

Manisha Jogi

Last Updated: 08:15 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘અફવાહ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. સલમાન ખાન ફિલ્મ્સે નવાઝુદ્દીન સિદ્દીકીની આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે.

  • ફિલ્મ ‘અફવાહ’નું ટ્રેલર રિલીઝ.
  • ફેન્સને ફિલ્મનું ટ્રેલર પસંદ આવ્યું.
  • આ તારીખે રિલીઝ થશે ફિલ્મ.

 બોલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી તેમની શાનદાર એક્ટીંગ માટે ખૂબ જ ફેમસ છે. નવાઝુદ્દીન સિદ્દીકીના ફેન્સ રાહ જોઈ રહ્યા છે કે, તેમની આગામી ફિલ્મ ક્યારે રિલીઝ થશે. નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘અફવાહ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે. સલમાન ખાન ફિલ્મ્સે નવાઝુદ્દીન સિદ્દીકીની આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. આ ફિલ્મના પોલિટીકલ એંગલની સાથે ઘરમાં ચાલી રહેલ ખટ પટ દર્શાવવામાં આવી છે. ધીમે ધીમે આ ખટ પટ એક પરેશાનીનું સ્વરૂપ બની જાય છે. ભૂમિ પેડનેકર એક રાજનૈતિક પરિવારમાં વહુ બની જાય છે, પરંતુ તેને ત્યાંની રહેણી કરણી પસંદ આવતી નથી અને ઘરેથી ભાગી જાય છે. 

ટ્રેલર
ફિલ્મમાં ભૂમિ પેડનેકર એક મોટા વહુની ઘર હોવાથી તેની શોધખોળ પણ ખૂબ જ તેજીથી થાય છે. આ દરમિયાન ભૂમિ પેડનેકરની નવાઝુદ્દીન સિદ્દીકી સાથે મુલાકાત થાય છે અને નવાઝુદ્દીન સિદ્દીકી તેને ભાગવામાં મદદ કરે છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ ભૂમિ પેડનેકરને ભાગવામાં જે મદદ કરી તેના કારણે તેઓ એક મોટી પરેશાનીમાં ફસાઈ જાય છે અને આ પરેશાની ટ્રેલરમાં દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને ભૂમિ પેડનેકરની સાથે સાથે સુમિત વ્યાસ પણ મુખ્ય પાત્ર ભજવતા જોવા મળશે. 

 

 

ફેન્સને પસંદ આવ્યું ટ્રેલર
ફેન્સને આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. સોશિયલ મીડિયા યૂઝર્સ આ ટ્રેલરના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. કમેન્ટમાં જણાવ્યું છે કે, ‘મને નથી ખબર આ ફિલ્મ ચાલશે કે નહીં, પરંતુ ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ જ દમદાર છે.’, ‘સુધીર મિશ્રા એક કમાલના ડાયરેક્ટર છે, તેમનું કાસ્ટિંગ શાનદાર છે.’, ‘ફિલ્મ માસ્ટરપીસ છે, ટ્રેલર જોઈને જ રુંવાડા ઊભા થઈ ગયા.’ તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 5 મે 2023ના રોજ રિલીઝ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ