હિન્દી સિનેમાના જાણીતા ગીતકાર ઈબ્રાહિમ અશ્કે 70 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. કોવિડ-19 અને ન્યુમોનિયાનો લાગ્યો હતો ચેપ
બોલિવુડના ગીતકાર ઈબ્રાહિમ અશ્કનું નિધન
કોવિડ-19થી હતા સંક્રમિત
પુત્રીએ મૃત્યુ થયુ હોવાની કરી પુષ્ટિ
દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. બોલિવુડ સિતારા પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. મશહૂર ગાયિકા લતા મંગેશકર કોરોના સંક્રમિત થયા છે. હાલ તેઓ આઇસીયુમાં છે. તેવામાં બોલિવુડે એક દિગ્ગજ ગીતકારને ગુમાવ્યા છે.હિન્દી સિનેમાના જાણીતા ગીતકાર ઈબ્રાહિમ અશ્કે 70 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેઓને કોવિડ-19 અને ન્યુમોનિયાનો લાગ્યો હોવાથી ફેફસાં પર અસર થઇ હતી. વળી તેઓ હાર્ટ પેશન્ટ પણ હતા. તેમની પુત્રી મુસાફા ખાને આ વાતની પુષ્ટિ કરી છે. તેઓએ જણાવ્યુ હતુ કે શનિવારે તેમને શ્વાસ લેવામાં તકલીફભ પડતી હતી જેથી મુંબઈની મેડિટેક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેઓને કોવિડ-19 અને ન્યુમોનિયાનો ચેપ લાગ્યો હોવાની જાણ થઇ હતી. મહત્વનુ છે કે ગીતકાર ઈબ્રાહિમ અશ્ક 'કહો ના પ્યાર હૈ' અને 'કોઈ મિલ ગયા' આ ફિલ્મમાં હિટ સૉન્ગ આપ્યા હતા.
દિકરી મુસાફાએ કરી આ વાતની પુષ્ટિ
દિકરી મુસાફાએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યુ હતુ કે શનિવારથી જ તેમની તબિયત લથડી હતી. તેઓને ઘણી ઉધરસ આવી રહી હતી. લોહીની ઉલટી પણ થઇ હતી જે પછી અમે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા. જ્યાં ડોક્ટરે તપાસ કરતા ખબર પડી કે તેઓ કોરોના પોઝિટીવ છે. તેઓ હાર્ટ પેશન્ટ હોવાથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ધીમે ધીમે તબિયત વધારે ખરાબ થવા લાગી હતી હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું.
બોલિવુડમાં આપ્યા છે હિટ સૉન્ગ
મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લામાં ઈબ્રાહિમ અશ્કનો જન્મ થયો હતો. તેઓ ફિલ્મોમાં ગીતો લખતા હતા. આ સિવાય તેઓ કવિતા અને શાયરી લખવાનો શોખ પણ ધરાવતા હતા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક પત્રકાર તરીકે કરી હતી. તેમણે દૈનિક ઈન્દોર સમાચાર સહિત ઘણા સામયિકો માટે પણ કામ કર્યું હતુ. બોલિવુડમાં તેઓ 'કહો ના પ્યાર હૈ', 'કોઈ મિલ ગયા', 'ઈધર ચલા મેં ઉધર ચલા' અને 'આપ મુઝે મેં અચ્છે લગના લગે, ક્રિશ', 'વેલકમ', 'ઐતબાર', 'જાનશીન', 'બ્લેક એન્ડ વ્હાઇટ' જેવી સહિતની ઘણી ફિલ્મોમાં તેમણે હિટ સૉન્ગ આપ્યા હતા..
આ સિતારાઓને પણ થયો હતો કોરોના
બોલિવુડને કોરોનાએ ચપેટમાં લીધુ છે. લતા મંગેશકર આઇસીયુમાં એડમિટ છે. તો આ અગાઉ નોરા ફતેબી, મૃણાલ ઠાકુર, અરિજીત સિંહ, સ્વરા ભાસ્કર, વિશાલ દદલાની પણ કોરોના સંક્રમિત થયા હતા. જો કે હાલ તેઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે.મહત્વનુ છે કે રવિવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,71,202 નવા કેસ સામે આવ્યા હતા.