બ્રેકિંગ ન્યુઝ
VTV / board exams in Maharashtra postponed till June
Parth
Last Updated: 04:23 PM, 12 April 2021
ADVERTISEMENT
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે અને તેમાં પણ મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. ભારતના જુદા જુદા રાજ્યોમાં કોરોના વાયરસના કારણે વિવિધ પ્રતિબંધો લાગ્યા છે ત્યારે બોર્ડની પરીક્ષાઓ પણ પાછળ ઠેલવાનો વારો આવ્યો છે.
બોર્ડની પરીક્ષાઓ હવે જૂન મહિનામાં લેવાશે
ADVERTISEMENT
મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી કે કોરોના વાયરસના કારણે બોર્ડની ધોરણ 10 અને 12 બંનેની પરીક્ષાઓ હવે જૂન મહિનામાં લેવાશે. પહેલા આ પરીક્ષા મે મહિનાના અંત સુધી લેવાની હતી.
Given the current #COVID19 situation in Maharashtra, we’ve postponed state board exams for class 10th & 12th. Class 12th exams will be held by end of May, while 10th standard exams will be in June. Fresh dates will be announced accordingly: Maharashtra Education Minister pic.twitter.com/HB7Xg9yXYD
— ANI (@ANI) April 12, 2021
શિક્ષણ મંત્રીએ આપ્યો ભરોસો
મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષ ગાયકવાડે નિવેદન આપ્યું હતું કે હું તમામ વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાને ખાતરી આપવા માંગું છું કે તમારી સલામતી અમારી સૌથી મોટી અગ્રિમતા છે. અમે પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ, અને આ સંદર્ભે આગામી થોડા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. શિક્ષણ વિભાગ, એચ.એસ.સી. અને એસ.એસ.સી. બોર્ડના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટેના પરીક્ષા સિવાયના અન્ય વિકલ્પો માટે ચર્ચા અને મીટિંગો યોજાઇ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.