બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Black heat in 5 cities including Ahmedabad

ગરમીનો પ્રકોપ / અમદાવાદ સહિત 5 શહેરોમાં કાળઝાળ ગરમી.! ભારે વરસાદના એંધાણ ગાયબ, જાણો હવામાન વિભાગની આગાહી

Vishal Khamar

Last Updated: 05:45 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સહિત રાજ્યનાં 5 શહેરોમાંથી ગરમીનો પારો 37 ડિગ્રીને પાર નોંધાયો છે. ત્યારે ઓક્ટોમ્બર મહિનામાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. તેમજ ઓક્ટોમ્બર મહિનામાં વરસાદ પડવાની શક્યતા ખૂબ જ ઓછી છે.

  • રાજ્યમાં ચોમાસાની વિદાય બાદ એકાએક ગરમીનો પારો ઉંચકાયો
  • અંગ દઝાડતી ગરમીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
  • ઓક્ટોમ્બરમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા

 રાજ્યમાંથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. તો બીજી તરફ ચોમાસાની વિદાયની સાથે સાથે રાજ્યમાં એકાએક ગરમીનો પારો ઉંચકાયો છે. અંગ દઝાડતી ગરમીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.  અમદાવાદમાં ઓક્ટોમ્બરનાં પ્રથમ દિવસથી જ ગરમીનો પારો 37 ડીગ્રી પહોંચી ગયો છે. ત્યારે આગામી સમયમાં અમદાવાદનાં તાપમાનમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 2 ડિગ્રી વધીને 37 ડીગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધીને 25.5 ડિગ્રી નોંધાયું હતું.  અમદાવાદમાંથી ચોમાસુ આગામી થોડાક દિવસમાં વિદાય લઈ રહ્યું છે. પરંતું દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી છે.

મનોરમા મોહંતી (ડાયરેક્ટર, હવામાન વિભાગ)

 તાપમાનમાં 2 થી 3 ટકાનો વધારો થઈ શકે છે
હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં સામાન્ય કરતા 19 ટકા વધુ વરસાદ પડ્યો છે. તેમજ આગામી સપ્તાહમાં ચોમાસુ રાજ્યમાંથી વિદાય લઈ શકે છે. જેથી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની સંભાવનાં નહિવત છે. પરંતું વરસાદની વિદાય થતા ઓક્ટોમ્બર મહિનામાં અમદાવાદનાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. તેમજ ઓક્ટોમ્બર મહિનામાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે અમદાવાદમાં સીઝનનો સરેરાશ 30 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાવા પામ્યો છે.  

ઓક્ટોમ્બરમાં વરસાદ પડવાની શક્યતા ખૂબ જ ઓછીઃ મનોરમા મોહંતી (ડાયરેક્ટર, હવામાન વિભાગ)
રાજ્યમાંથી ધીમા પગલે ચોમાસાની વિદાયની સાથે સાથે વાતાવરણમાં ધીમે ધીમે ભેજનું પ્રમાણ ઘટશે. અમદાવાદનાં તાપમાનમાં વધારો થઈ શકે છે. ઓક્ટોમ્બર મહિનામાં વરસાદ પડવાની શક્યતા ખૂબ જ ઓછી છે. પરંતું જો વેસ્ટર્ન ડિસ્ટબન્સ થાય તો છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ