બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / BJP names a woman on its Parliamentary Board, replaces Sushma Swaraj, know who it is

રાજનીતિ / ભાજપના સંસદીય બોર્ડમાં એક મહિલાને મળ્યું સ્થાન, PM મોદીએ 11 રુપિયા આપીને જીતાડી હતી ચૂંટણી, જાણો કોણ

Hiralal

Last Updated: 09:34 PM, 17 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે તેની સૌથી મોટી સંસ્થા સંસદીય બોર્ડમાં એકમાત્ર મહિલાને સ્થાન આપ્યું છે જેમને પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજને બદલે લેવાયા છે.

  • ભાજપના નવા સંસદીય બોર્ડની જાહેરાત
  • એકમાત્ર મહિલા સુધા યાદવને સામેલ કરાયા
  • ભાજપના રાષ્ટ્રીય સચિવ છે
  • પીએમ મોદીએ 11 રુપિયા આપીને ચૂંટણી જીતાડી હતી 

ભાજપે આજે તેનું નવું સંસદીય બોર્ડ જાહેર કર્યું છે જેમાં સુધા યાદવને સ્થાન આપ્યું છે. સુધા યાદવ હાલમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ છે. 

પીએમ મોદીએ શુકનના 11 રુપિયા આપીને સુધાને ચૂંટણી જીતાડી હતી 
સુધા યાદવ હાલમાં ભાજપના રાષ્ટ્રીય સચિવ છે. કારગિલ યુદ્ધ બાદ 1999માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં કોંગ્રેસને હરાવવા માટે ભાજપને મજબૂત ઉમેદવારની જરૂર હતી. આ સમય દરમિયાન નરેન્દ્ર મોદી હરિયાણાના પાર્ટી પ્રભારી હતા અને જ્યારે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ તેમને મહેન્દ્રગઢની લોકસભા સીટના ઉમેદવાર વિશે સવાલ કર્યો તો તેમણે ડૉ.સુધા યાદવનું નામ સૂચવ્યું. પરંતુ સુધાને ચૂંટણી લડવી નહોતી એટલે એણે ના પાડી દીધી. સુધા યાદવને મનાવવાની જવાબદારી પ્રદેશ પ્રભારી નરેન્દ્ર મોદીને સોંપવામાં આવી હતી. સુધા યાદવ કહે છે કે જ્યારે તેમણે ચૂંટણી લડવાની ના પાડી ત્યારે તેમણે હરિયાણાના પ્રભારી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી, તે સમયે નરેન્દ્ર મોદીએ સુધાને કહ્યું હતું કે તમારા પરિવારને તમારી એટલી જ જરૂર છે જેટલી આ દેશને જરૂર છે. સુધાનું કહેવું છે કે પતિની શહાદત બાદ તે સમય તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતો, આવી સ્થિતિમાં તેમના મનમાં ચૂંટણી લડવાનો વિચાર બિલકુલ નહોતો, પરંતુ નરેન્દ્ર મોદીની આ વાતથી તેમનું મનોબળ વધ્યું અને તેઓ ચૂંટણી લડવા માટે રાજી થઇ ગયા. ત્યારે પીએમ મોદીએ તેમની માતાએ આપેલા શુકનના 11 રુપિયા આપીને તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં હતા અને તેઓ જીતી પણ ગયા હતા. 

સુધા યાદવના પતિ કારગીલ યુદ્ધમાં શહીદ થયા હતા
ઉલ્લેખનીય છે કે સુધા યાદવના પતિ સુખબીર સિંહ યાદવ 1999ના કારગીલ યુદ્ધમાં શહીદ થયા હતા. સુખબીર સિંહ બીએસએફમાં ડેપ્યુટી કમાંડન્ટ હતા. પતિના મોત બાદ તેઓ અંદરથી ભાંગી પડ્યાં હતા પરંતુ અદમ્ય સાહસ દેખાડીને તેઓ બેઠા હતા અને રાજનીતિમાં એક નવી ક્ષિતિજે પહોંચ્યાં હતા. 

ગડકરી અને શિવરાજ સંસદીય બોર્ડમાંથી આઉટ થયા 
ભાજપે નિર્ણય લેતી ટોચની સંસ્થા સંસદીય બોર્ડમાં મોટાપાયે ફેરફાર કર્યાં છે. ભાજપ સંસદીય બોર્ડમાંથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચોહાણને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે અને તેને સ્થાને કેટલાક નવા સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે.

ગડકરી-શિવરાજને  કેન્દ્રીય ચૂંટણી સમિતિમાંથી પણ પડતા મૂકાયા 
સંસદીય બોર્ડની ઉપરાંત આ બન્ને નેતાઓને પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાંથી પણ પડતા મૂકવામાં આવ્યા છે. ભાજપે બે મોટા નેતાઓને પડતા મૂકીને બીએસ યેદિયુરપ્પા, સુધા યાદવ, ઈકબાલ સિંહ લાલપુરા, સર્વાનંદ સોનોવાલ, કે લક્ષ્મણને નવા સભ્ય તરીકે સંસદીય બોર્ડમાં સામેલ કર્યાં છે. 

નવા સંસદીય બોર્ડના સભ્યો
જગત પ્રકાશ નડ્ડા (અધ્યક્ષ)
નરેન્દ્ર મોદી
રાજનાથ સિંહ
અમિત શાહ
બીએસ યેદિયુરપ્પા
સર્વાનંદ સોનોવાલ
કે લક્ષ્મણ
ઇકબાલ સિંહ લાલપુરા
સુધા યાદવ
બીએલ સંતોષ (સચિવ)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ