નેતાઓની નારાજગી દૂર કરવા અમિત શાહ 13 અને 14 જુલાઇએ ગુજરાતમાં

By : krupamehta 12:32 PM, 11 July 2018 | Updated : 12:32 PM, 11 July 2018
અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 13 અને 14જુલાઈએ અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે.

મળતી માહિતી અનુસાર અમિત શાહ રથયાત્રામાં ભાગ લેશે. શાહની ગુજરાત મુલાકાત દરમિયાન પક્ષની નારાજગી દુર કરવાનો પ્રયાસ થશે. મધ્ય ગુજરાતના ભાજપના નેતાઓ પક્ષથી નારાજ છે. જેમણે મનાવવાનો શાહ દ્વારા પ્રયાસ કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાજપના નેતાઓની સરકારમાં પ્રતિનિધિત્વની માગ છે. કોંગ્રેસમાં ભાજપમાં આવેલા કુંવરજી બાવળીયાને 4 કલાકમાં મંત્રી બનાવતા પક્ષના વરિષ્ઠ નેતાઓમાં અસંતોષ છે. નારાજ નેતાઓને બોર્ડ નિગમોમાં સમાવવા અંગે ચર્ચા થશે. 

બીજી તરફ બોર્ડ નિગમોમાં નિમણુક અંગે ભાજપમાં સળવળાટ શરૂ થયો છે. શાહની મુલાકાત દરમિયાન બોર્ડ નિગમોમાં નિમણુક અંગે નિર્ણય લેવાત તેવી સંભાવના છે. Recent Story

Popular Story