બ્રેકિંગ ન્યુઝ
VTV / Biological E's Corbevax Is 2nd Vaccine To Be Approved For Children In India
Hiralal
Last Updated: 06:55 PM, 21 February 2022
ADVERTISEMENT
દેશમાં કોરોનાની વધુ એક વેક્સિન આવી છે. DCGIએ 12થી 18 વર્ષની વય જૂથના લોકો માટે બાયોલોજિકલ ઈની કોરોનાની કોર્બેવેક્સ વેક્સિનને ફાઈનલ મંજૂરી આપી દીધી છે. કોર્બેવેક્સ બનાવનાર કંપની બાયોલોજિકલ ઈએ એવી જાહેરાત કરી કે 12થી 18 વર્ષની વય જૂથના લોકો માટે તેની કોર્બેવેક્સ વેક્સિનને સરકાર તરફથી ફાઈનલ મંજૂરી મળી ગઈ છે.
હવે દેશમાં 12થી 18 વર્ષના બાળકોને લાગશે વેક્સિન
ADVERTISEMENT
સરકારે કોર્બેવેક્સ વેક્સિનને ફાઈનલ મંજૂરી આપી હોવાથી હવેથી દેશમાં 12થી 18 વર્ષના બાળકો વેક્સિન લઈ શકશે. ભારત સરકારે કોર્બાવેક્સના 5 કરોડ ડોઝ ખરીદવાનો આદેશ આપ્યો છે. તેની કિંમત 145 ડોલર હશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં હૈદરાબાદ સ્થિત કંપની બાયોલોજિકલ ઈ લિમિટેડની કોર્બેવેક્સ રસીને કોરોનાના બૂસ્ટર ડોઝ માટે ટ્રાયલ માટે મંજૂરી મળી ગઈ હતી. કંપની દર મહિને 7.5 કરોડ ડોઝ બનાવવાની યોજના ધરાવે છે. કંપનીનું કહેવું છે કે ફેબ્રુઆરી 2022થી તે દર મહિને 10 કરોડથી વધુ વેક્સીન ડોઝનું ઉત્પાદન કરશે.
Drugs Controller General of India (DCGI) grants final approval to Biological E's #COVID19 vaccine Corbevax, for children between 12-18 years of age. pic.twitter.com/ad2xftvmzB
— ANI (@ANI) February 21, 2022
મંજૂરી તો ગયા વર્ષે મળી હતી પણ આજે મળી ફાઈનલ
દેશમાં કોરોના મહામારી સામે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં, ભારત સરકારે ગયા વર્ષે બાયોલોજિકલ ઇના કોર્બેવેક્સને મંજૂરી આપી હતી. જો કે આજે તેને ડીસીજીઆઈની અંતિમ મંજૂરી પણ મળી ગઈ છે. આ રસી 12-18 કેટેગરીના લાભાર્થીઓને આપવામાં આવશે. આ પહેલા દેશમાં માત્ર 15-18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લાભાર્થીઓને જ કોરોનાની રસી આપવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.