બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Bilawal Bhutto India Toxic Pakistani foreign minister Bilawal Bhutto is coming to India Pakistan announces first visit since Nawaz Sharif

પ્રવાસ / બિલાવલ ભુટ્ટો આવશે ભારત! 12 વર્ષે કોઇ પાકિસ્તાની વિદેશમંત્રીની હશે આ પ્રથમ મુલાકાત

Pravin Joshi

Last Updated: 02:44 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી મંત્રી તરીકે પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી રહ્યા છે. બિલાવલ ગોવામાં યોજાનારી ACO દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે.

  • પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ભારત આવવા માટે તૈયાર થયા
  • 2014 પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ પાકિસ્તાની નેતા ભારતની મુલાકાતે આવશે
  • 2014માં પાકિસ્તાનના તત્કાલિન પીએમ નવાઝ શરીફ આવ્યા હતા ભારત

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કાશ્મીર પર ઝેર ઓકનાર પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી આખરે ભારત આવવા માટે સંમત થયા છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલય દ્વારા ગુરુવારે જણાવવામાં આવ્યું છે કે બિલાવલ ગોવામાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. SCO કોન્ફરન્સ 4 અને 5 મેના રોજ ગોવાની રાજધાની પણજીમાં યોજાવાની છે. અગાઉ વર્ષ 2016માં પણ ભારતે ગોવામાં SCO સમિટનું આયોજન કર્યું હતું.

SCOની મહત્વની બેઠકમાં ભાગ લેશે બિલાવલ ભુટ્ટો

માર્ચમાં પાકિસ્તાન તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું કે ભુટ્ટોના ભારત જવાના મુદ્દે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ભુટ્ટો એસસીઓની બેઠકમાં હાજરી આપશે કે નહીં તે અંગે ઘણા દિવસોથી અટકળો ચાલી રહી હતી. ગુરુવારે પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે બિલાવલની ભારત મુલાકાત અંગે સત્તાવાર માહિતી આપી હતી.
2014 પછી આ પ્રથમ વખત હશે જ્યારે પાકિસ્તાનના કોઈ ઉચ્ચ સ્તરીય નેતા ભારતની મુલાકાતે આવશે. તે વર્ષે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર કેન્દ્રમાં સત્તામાં આવ્યા ત્યારે તત્કાલીન પાક પીએમ નવાઝ શરીફને પણ શપથગ્રહણ માટે બોલાવવામાં આવ્યા હતા.

બિલાવલ બીજી વખત ભારત આવશે

વર્ષ 2012માં તેઓ તેમના પિતા અને પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી સાથે ભારત આવ્યા હતા. બંને અજમેર ગયા અને મઝાર-એ-શરીફ પર ચાદર ચઢાવી. બિલાવલે તે સમયે નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે શાંતિ ઈચ્છે છે.

પીએમ મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી

ડિસેમ્બર 2022 માં બિલાવલે સંયુક્ત રાષ્ટ્ર (UN)ના એક કાર્યક્રમમાં PM મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તમામ હદ વટાવીને બિલાવલે પીએમ મોદીની તુલના અલ કાયદાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ઓસામા બિન લાદેન સાથે કરી હતી. તેમણે કહ્યું કે કોઈ પણ શબ્દો કે ટીકા ભારતમાં ભગવા આતંકવાદના ગુનાઓને છુપાવી શકે નહીં. ભુટ્ટોનું વિવાદાસ્પદ નિવેદન ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા પછી આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ