ચૂંટણી પહેલાં સરકારે કર્મચારીઓને આપી મોટી ભેટ, નીતિન પટેલની મોટી જાહેરાત

By : admin 05:35 PM, 31 January 2019 | Updated : 05:40 PM, 31 January 2019
ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સરકારી કર્મચારીઓને મોટી રાહત આપી છે. ગુજરાત સરકારના 7 ટકા મોંઘવારી ભથ્થુ આપે છે. ત્યારે કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કર્યો હતો. કેન્દ્રમાંથી તબક્કાવાર મોંઘવારી ભથ્થુ અપાય છે.

મોંઘવારી ભથ્થામાં વધારો આવતીકાલથી અમલમાં આવશે. 9.61 લાખ કર્મચારીઓને લાભ મળશે. એરિયર્સ સાથે ફેબ્રુઆરી મહિનાના પગારમાં ચુકવણી થશે. જુલાઇ 2018થી વધારો માન્ય રહેશે. રાજ્ય સરકાર પર રૂ.771 કરોડનું વાર્ષિક ભારણ વધશે. 

વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાતમાં રોજગારીમાં સતત વધારો થયો છે. ખાનગી અને સરકારી ક્ષેત્રમાં રોજગારીમાં વધારો થયો. સ્વરોજગારી માટેની મુદ્રા યોજનાનો લાભ થયો છે. પ્લેસમેન્ટ માટે કોલેજોમાં સીધા ઇન્ટરવ્યું થાય છે. સરકાર રોજગારી વધે તે માટે આયોજનો કરી રહી છે. વાયબ્રંટમાં મોટા પ્રમાણમાં મુડી રોકાણ થઇ રહ્યું છે. બાંધકામ ક્ષેત્રમાં સૌથી વધુ રોજગારી. વેપાર-ધંધા વધે તેમ ખરીદ શક્તિ પણ વધે અને ટેક્સ પણ વધે.
 Recent Story

Popular Story