બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / bhumi pednekar talked about her bodyshaming trolls during her film promotion thank you for coming

બોલિવૂડ / ટ્રોલિંગના કારણે કંટાળી આ અભિનેત્રી, કહ્યું બાળપણથી સાંભળું છું કે હું નાના કપડાં કેમ પહેરું છું? પણ હવે તો મે નક્કી કર્યું છે કે...

Vaidehi

Last Updated: 06:48 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરરોજ ઓનલાઈન ટ્રોલ થયાં બાદ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર બૉડીશેમિંગનાં મુદે ભડકી ઊઠી. કપડાં પહેરવા બાબતે તેણે જનતાને જવાબ આપી દીધો .

  • બૉડીશેમિંગનાં મુદે ભડકી ઊઠી એક્ટ્રેસ
  • ઓનલાઈન ટ્રોલ થયાં બાદ ભૂમિએ તોડ્યું મૌન
  • કહ્યું કે આખા કપડાં પહેરું તો પણ લોકો ટ્રોલ કરે છે

એક્ટ્રેસ ભૂમિ પેડનેકરની ફિલ્મ 'થેંક્યૂ ફોર કમિંગ' 6 ઑક્ટોબરનાં રોજ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે જેને લઈને તે ખુબ ખુશ છે. ફિલ્મ પ્રમોશન્સ દરમિયાન ભૂમિ ભિન્ન-ભિન્ન જાતનાં આઉટફિટ્સમાં જોવા મળી હતી. ઘણીવખત તેમના વસ્ત્રોને કારણે તેમને ઓનલાઈન ટ્રોલ પણ કરવામાં આવ્યું છે. જો કે એક્ટ્રેસે હવે ટ્રોલર્સ અને બોડીશેમિંગ કરતાં યૂઝર્સને જવાબ આપી દીધો છે.

ભડકી ઊઠી ભૂમિ પેડનેકર
હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન ભૂમિએ આ મુદે વાત કરતાં કહ્યું કે તમે કંઈ પણ કરી લો, લોકો તમને ટ્રોલ કરશે જ! આ ટ્રોલિંગ એક નોર્મલ ચીજ બની ગઈ છે. હું તહેવારો પર જો આખા કપડાં પહેરીને કંઈ પોસ્ટ કરું છું તો પણ લોકો મને ટ્રોલ કરે છે.

'આ તમામ ચીજોથી કોઈ ફરક નથી પડતો'
તેમણે કહ્યું કે પ્રમોશન્સ દરમિયાન અમે પાંચેય કલાકારોએ અમારા બેસ્ટ આઉટફિટ્સ પહેર્યાં હતાં. પહેલાં મને પરિવારનાં લોકો ટ્રોલ કરતાં હતાં હવે આખી દુનિયા ટ્રોલ કરી રહી છે. હું જાડી ચામડીની થઈ ગઈ છું મને આ તમામ ચીજોથી કોઈ ફરક નથી પડતો.

હવે હું થાકી ચૂકી છું- ભૂમિ પેડનેકર
'બાળપણથી ઘરમાં સાંભળતી આવી છું કે સુંદર દેખાવા માટે મારે શું-શું કરવું જોઈએ. કેટલું વજન ઘટાડવું જોઈએ. હું નાના કપડાં શા માટે પહેરું છું. દરેક બાબતનો જવાબ આપીને હવે હું થાકી ચૂકી છું. '

હવે હું નથી સાંભળતી..
ભૂમિએ કહ્યું કે, મેં જ્યારે ફિલ્મ માટે થોડું વજન વધાર્યું હતું ત્યારે પણ હું મારી પસંદનાં કપડાં પહેરતી હતી. તે સમયે પણ લોકોએ મને ખરાબ નજરે જોયું છે. કેટલાક લોકોએ તો મને ખરી-ખોટી સંભળાવી હતી પણ હવે હું નથી સાંભળતી..
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ