બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Bhindranwale, who was driving a truck abroad, got plastic surgery done

અમૃતપાલ સિંહ / વિદેશમાં ચલાવતો હતો ટ્રક, ભિંડરાંવાલે બનવા કરાવી પ્લાસ્ટિક સર્જરી... ખાલિસ્તાની અમૃતપાલની વાંચો કરમ-કુંડળી

Priyakant

Last Updated: 11:37 AM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amritpal Singh News: અમૃતપાલ સિંહની રવિવારે મોગા જિલ્લામાં ખાલિસ્તાની નેતા જરનૈલ સિંહ ભિંડરાવાલેના મૂળ ગામમાંથી ધરપકડ કરવામાં આવી, ભિંડરાનવાલે જેવા દેખાવા માટે અમૃતપાલે કોસ્મેટિક સર્જરી કરાવી હતી

  • પંજાબ પોલીસે આખરે 36 દિવસ પછી અમૃતપાલ સિંહની ધરપકડ
  • પોલીસે મોગાના ગુરુદ્વારામાંથી કસ્ટડીમાં લીધા બાદ તેની કરી ધરપકડ 
  • ભિંડરાંવાલે જેવા દેખાવા માટે અમૃતપાલે કોસ્મેટિક સર્જરી કરાવી હતી

પંજાબ પોલીસે આખરે 36 દિવસ પછી વારિસ પંજાબ દેના ચીફ અમૃતપાલ સિંહની ધરપકડ કરી છે. ખાલિસ્તાન સમર્થકને પોલીસે મોગાના ગુરુદ્વારામાંથી કસ્ટડીમાં લીધા બાદ તેની ધરપકડ કરી હતી. કટ્ટરપંથી શીખ ઉપદેશક અમૃતપાલ સિંહની રવિવારે મોગા જિલ્લામાં ખાલિસ્તાની નેતા જરનૈલ સિંહ ભિંડરાવાલેના મૂળ ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. લગભગ એક મહિનાથી અમૃતપાલ સતત પોલીસને ચકમો આપી રહ્યો હતો. 

ખાલિસ્તાન સમર્થક અને 'વારિસ પંજાબ દે'ના વડા અમૃતપાલ સિંહસતત પોતાનું સ્થાન બદલતા રહેતા હતો. 18 માર્ચે જ્યારે પોલીસ તેની ધરપકડ કરવા પહોંચી ત્યારે તે તેના છૂપા ઠેકાણામાંથી ભાગી ગયો હતો અને ત્યારથી તે ફરાર હતો. આ દરમિયાન તે હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પંજાબના અલગ-અલગ સ્થળોએ છુપાયો હતો.

અમૃતપાલ સિંહે તેની ધરપકડ પહેલા એક વીડિયો ક્લિપ પણ બહાર પાડી હતી, જેમાં તેણે કહ્યું હતું કે, તે ભાગેડુ નથી અને અકાલ તખ્તને શીખ-સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે "સરબત ખાલસા" મંડળને બોલાવવા વિનંતી કરી હતી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતત તેને શોધવામાં લાગી હતી. તમામની ધરપકડ કરીને આસામની ડિબ્રુગઢ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. અમૃતપાલ પોતાને બીજા ભિંડરાંવાલા માને છે. તેમના જેવા પોશાક પહેરતો હતો. મહત્વનું છે કે, એક અહેવાલ મુજબ ભિંડરાંવાલે જેવા દેખાવા માટે અમૃતપાલે કોસ્મેટિક સર્જરી કરાવી હતી.

શું છે 'વારિસ પંજાબ દે' સંસ્થા ? 
દીપ સિદ્ધુ તરીકે જાણીતા સંદીપ સિંહ સિદ્ધુએ 29 સપ્ટેમ્બર, 2021ના રોજ પંજાબના અધિકારો માટે લડવા અને તેની સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે 'વારિસ પંજાબ દે' સંસ્થાની રચના કરી. વારિસ પંજાબ દે સંગઠન પંજાબી અભિનેતા દીપ સિદ્ધુ દ્વારા બનાવવામાં આવ્યું હતું. દીપ સિદ્ધુના મૃત્યુ બાદ અમૃતપાલે તેને કબજે કરી લીધો હતો. તેણે ભારત આવીને સંસ્થામાં લોકોને જોડવાનું શરૂ કર્યું.

આ તરફ  અજનાલામાં 16 ફેબ્રુઆરી 2023ના રોજ અમૃતપાલ સિંહ અને લવપ્રીત સિંહ ઉર્ફે તુફાન વિરુદ્ધ અપહરણ, હુમલો અને હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો. જે બાદમાં 17 ફેબ્રુઆરી, 2023ના રોજ તુફાન સામે કાર્યવાહી કરીને અજનાલા પોલીસે તેની ધરપકડ કરી હતી. 
મહત્વનું છે કે, 23 ફેબ્રુઆરી, 2023ના રોજ અમૃતપાલ અને તેના સમર્થકોએ અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને તોફાનને છોડાવવા માટે પોલીસ પર દબાણ કરવા માટે ઘેરો ઘાલ્યો હતો. 

તુફાનને ન્યાયિક કસ્ટડીમાંથી મુક્ત કરાયો 
આ લોકોના દબાણ હેઠળ 24 ફેબ્રુઆરી, 2023ના રોજ તુફાનને ન્યાયિક કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યો. પોલીસ પબ્લિક સેવકને તેની ફરજ નિભાવતા અટકાવવા માટે અમૃતપાલ સામે હત્યા, હુમલો અથવા ફોજદારી બળના છૂપા પ્રયાસ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. 

ડીજીપી વરિષ્ઠ અધિકારીઓની બેઠકની અધ્યક્ષતા કરી અને.... . 
આ તરફ ફેબ્રુઆરી 25, 2023ના રોજ  ડીજીપી વરિષ્ઠ અધિકારીઓની એક બેઠકની અધ્યક્ષતા કરે છે અને અમૃતપાલ અને તેના સહયોગીઓ સામે કાર્યવાહીની શક્યતાઓની ચર્ચા કરે છે. આ યોજના અંગે મુખ્યમંત્રી સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. જે બાદમાં 2 માર્ચ, 2023નાં રોજ પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન અને ડીજીપી પંજાબ ગૌરવ યાદવ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા. ગૃહમંત્રીએ વારિસ પંજાબ ડી ચીફ અને તેના સહયોગીઓ સામે કાર્યવાહી કરવાની યોજનાને મંજૂરી આપી. શાહે માનને કેન્દ્ર તરફથી કેન્દ્રીય સશસ્ત્ર દળો મોકલવા સહિતની તમામ શક્ય મદદની ખાતરી પણ આપી હતી.

અમૃતસરમાં G-20 મીટિંગ સમાપ્ત થઇ અને.... 
જે બાદમાં 17 માર્ચ, 2023ના રોજ અમૃતસરમાં G-20 મીટિંગ સમાપ્ત થતાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓને અમૃતપાલ અને તેના સહયોગીઓ સામે રાજ્યવ્યાપી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી. 18 માર્ચ, 2023ના દિવસે આઠથી વધુ જિલ્લાઓની પોલીસ ટીમોએ અમૃતપાલના કાફલાને તેના વતન જિલ્લા અમૃતસરથી ભટિંડા સુધી અનુસરવાનું શરૂ કર્યું. કાફલાને જલંધર જિલ્લાના મેહતપુર ખાતે અટકાવવામાં આવ્યો હતો અને અમૃતપાલના સાત સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે અમૃતપાલ નાસી જવામાં સફળ રહ્યો હતો. તે જ દિવસે પંજાબ સરકારે તેમની સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કર્યા પછી તેમના ચાર સમર્થકોને આસામની ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

પોલીસે વધુ 34 લોકોની ધરપકડ કરી
આ તરફ 19 માર્ચ, 2023ના દિવસે શોધ ચાલુ રહી અને પોલીસે વધુ 34 લોકોની ધરપકડ કરી 20 માર્ચ, 2023ના દિવસે અમૃતપાલના કાકા, હરજીત સિંહ અને તેમના ડ્રાઇવરે શાહકોટ, જલંધરમાં વહેલી સવારે આત્મસમર્પણ કર્યું. હરજીત પર NSA હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો હતો અને તેને આસામની ડિબ્રુગઢ જેલમાં લઈ જવામાં આવ્યો હતો.

....અને છેલ્લે અમૃતપાલ પકડાઈ ગયો 
28 માર્ચ, 2023 અમૃતપાલ તેના મિત્ર પપ્પલપ્રીત સિંહ સાથે હોશિયારપુર જિલ્લામાં જોવા મળ્યો હતો, પરંતુ ફરીથી પોલીસથી બચી ગયો હતો. જે બાદમાં 10 એપ્રિલ, 2023ના રોજ પંજાબ પોલીસે અમૃતસર જિલ્લામાંથી પપ્પલપ્રીતની ધરપકડ કરી હતી. આ બધાની વચ્ચે 23 એપ્રિલ, 2023ના રોજ NSA હેઠળ પહેલાથી જ નોંધાયેલ અમૃતપાલની મોગા જિલ્લાના રોડે ગામમાંથી ધરપકડ કરવામાં આવી અને તેને આસામની ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ