બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / benefits of head massage routine for hair growth and reducing hair fall

હેલ્થ ટિપ્સ / હેડ મસાજ કરવાથી થશે અનેક ફાયદા, સ્ટ્રેસથી લઈને વાળ ખરવાની સમસ્યાથી થશે દૂર, જાણો મસાજ કરવાની સરળ રીત

Arohi

Last Updated: 03:27 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Benefits Of Head Massage: હેલ્ધી અને સ્ટ્રોન્ગ વાળની ઈચ્છા કોને ન હોય. જો તમે પણ અત્યાર સુધી તેના માટે મોંઘા ટ્રીટમેન્ટનો સહારો લઈ રહ્યા છો તો તેને ગુડબાય કહેવાનો સમય આવી ગયો છે. કારણ કે સરળ હેડ મસાજથી તમારા વાળ ફરીથી હેલ્ધી થઈ શકે છે.

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના વાળ સુંદર હોય. કારણ કે તે આપણી સુંદરતામાં ચારચાંદ લગાવવાનું કામ કરે છે. પરંતુ આ ત્યારે જ સંભવ છે જ્યારે આપણા વાળ હેલ્ધી અને સ્ટ્રોન્ગ હોય. આજકાલ વાળ ખરવા અને ધીમી ગતિથી વધવા ખૂબ જ સામાન્ય થઈ ગયું છે. 

એવામાં હેડ મસાજ ખૂબ જ કારગર સાબિત થાય છે. આ આપણા સ્ટ્રેસને ગાયબ કરવાની સાથે જ વાળના મૂળમાં લોહીનો પ્રવાહ પણ ઝડપી કરે છે જેનાથી હેર ફોલિકલ્સને પ્રોત્સાહિત કરવામાં મદદ મળે છે. 

બ્લડ સર્કુલેશનને કરે છે ઈમ્પ્રૂવ 
જ્યારે પણ આપણે સ્કેલ્પમાં મસાજ કરીએ છીએ તો તેનાથી વાળના મૂળમાં લોહીનું ભ્રમણ વધવા લાગે છે. જે સુનિશ્ચિત કરે છે કે સ્કેલ્પ સુધી જરૂરી પ્રમાણમાં ઓક્સીઝન અને બધા જરૂરી પોષક તત્વો પહોંચી રહ્યા છે. જે વાળને હેલ્ધી ગ્રોથમાં મદદ કરે છે. 

2016ના એક રિસર્ચ અનુસાર હેડ મસાજ કરવાથી વાળનો ગ્રોથ વધે છે. આ અભ્યાસમાં 9 પુરૂષોને શામેલ કરવામાં આવ્યા હતા. જેમણે 24 અઠવાડિયા સુધી સતત 4 મિનિટ સુધી હેડ મસાજ કરી. અભ્યાસના અંતમાં જોવા મળ્યું કે તે પુરૂષોના વાળમાં પહેલાની સરખામણીમાં વધારે ગ્રોથ હતો. 

સ્ટ્રેસ કરે છે ઓછુ 
વાળ ખરવામાં સ્ટ્રેસ નો મોટો રોલ છે. એવામાં હેડ મસાજથી સ્ટ્રેસ લેવલ ખૂબ જ ઓછુ થઈ જાય છે. હેડ મસાજથી બ્લડ ફ્લો વધે છે. જે હેરલાઈન, કાનની પાછળ અને ડોકમાં મસલ્સના સ્ટ્રેચને ઓછુ કરવામાં મદદ કરે છે અને જ્યારે સ્ટ્રેસ હોર્મોન લેવલ ઓછુ થાય છે તો તેના કારણે જે હેર ગ્રોથમાં કમી આવે છે તે જાતે જ ઠીક થવા લાગે છે. 

નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થના એક રિપોર્ટ અનુસાર ઓફિસમાં કામ કરનાર મહિલાઓના માથા પર 15થી 25 મિનિટ સુધી મસાજ કરવાથી સ્ટ્રેસ હોર્મોન, બ્લડ પ્રેશર અને હાર્ટ રેટમાં પોઝિટિવ ફેરફાર જોવા મળે છે. 

કઈ રીતે કરશો મસાજ? 

  • તમે પોતાના હેર ગ્રોથને વધારવા માંગો છો તો હેર મસાજ માટે આ ઈઝી સ્ટેપ્સને પોતાના ડેલી રૂટીનમાં જરૂર શામેલ કરો. 
  • કોઈ પણ હેર ઓઈલથી વાળની મસાજ ન કરો. પોતાના વાળના હિસાબથી હેર ઓયલની પસંદગી કરો. આમ તો ઓલિવ ઓયલ, કોકોનટ ઓયલ બેસ્ટ હોય છે દરેક પ્રકારના હેર માટે. 
  • વાળના નાના નાના સેક્શન લઈને પોતાની આંગળીઓની મદદથી મસાજ શરૂ કરો. સૌથી પહેલા પોતાના ગળાની નીચે વાળા ભાગથી શરૂ કરો. માથા પર સામાન્ય રીતે તેલ લગાવતા મૂળમાં સારી રીતે માલિશ કરો. સ્કેલ્પ પર સર્કુલર મોશનમાં મસાજ કરો. જ્યાં વાળ પાતળા છે ત્યાં સારી રીતે મસાજ કરો. 
  • મસાજ કરતા સ્ટ્રેસ ઓછુ થાય છે, બ્લડ સર્કુલેશન ઈમ્પ્રૂવ થવાથી વાળના ગ્રોથ સારી રીતે થાય છે. 

વધુ વાંચો: સ્કીન માટે વરદાન તો પેટ માટે રામબાણ છે આ છોડ, ચમત્કારી ફાયદા જાણીને દંગ રહી જશો

10 મિનિટની મસાજ જરૂરી 
જ્યારે પણ વાળમાં હેર ઓઈલથી મસાજ કરો તો 10 મિનિટની મસાજ જરૂર કરો. જેનાથી આખુ સ્કેલ્પ સારી રીતે કવર થવાની સાથે કંફર્ટ પણ મળે. જ્યારે પણ વાળને ધોવો તો એ વાતનું ધ્યાન રાખો કે માઈલ્ડ શેમ્પુનો જ ઉપયોગ કરો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ