બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Before World Cup Babar Azam can regain the captaincy of Pakistan team

ક્રિકેટ / વર્લ્ડ કપ પહેલા મોટા સમાચાર: બાબર આઝમને ફરી મળી શકે છે પાકિસ્તાની ટીમની કેપ્ટનશીપ! જાણો કારણ

Megha

Last Updated: 03:13 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપ 2024ને ધ્યાનમાં રાખીને બાબર આઝમને ફરીથી ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે અને રિપોર્ટ અનુસાર પીસીબીએ આ માટે બધી તૈયારી કરી લીધી છે.

પાકિસ્તાન ક્રિકેટને લઈને દરરોજ નવા નવા સમાચાર સામે આવી રહ્યા છે. મોહસિન નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના નવા અધ્યક્ષ બન્યા બાદ ક્રિકેટ પ્રવૃત્તિઓમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને હવે એવા સમાચાર છે કે T20 વર્લ્ડ કપ 2024ને ધ્યાનમાં રાખીને બાબર આઝમને ફરીથી ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. 

રિપોર્ટ અનુસાર પીસીબીએ આ માટે બધી તૈયારી કરી લીધી છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત પણ થઈ શકે છે. 12 માર્ચે PCBએ સંકેત આપ્યો હતો કે શાહીન શાહ આફ્રિદીની T20 કેપ્ટનશીપ જોખમમાં છે. તે પછી, પહેલા મોહમ્મદ રિઝવાનને કેપ્ટન બનાવવા પર વિચારણા કરવામાં આવી હતી, પરંતુ બાદમાં પીસીબીએ ટીમના પ્રદર્શનને સુધારવા માટે બાબરને ફરીથી કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં, પીસીબીના અધિકારીઓ ટૂંક સમયમાં ફરીથી કેપ્ટન તરીકે તેમની નિમણૂકની જાહેરાત કરી શકે છે.

એટલે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) T20 વર્લ્ડ કપ 2024 પહેલા બાબર આઝમને ફરીથી કેપ્ટન બનાવવાની તૈયારી કરી રહ્યું છે. જાણીતું છે કે વર્લ્ડ કપ 2023 બાદ બાબર આઝમ પાસેથી કેપ્ટન્સી છીનવાઈ ગઈ હતી. આ પછી ટેસ્ટ ટીમ માટે અલગ કેપ્ટન અને ટી20 ટીમ માટે અલગ કેપ્ટનની જાહેરાત કરવામાં આવી. 

વધુ  વાંચો: Video: ગુસ્સામાં હેલમેટ-પેડ પહેરીને ધોની જઇ રહ્યો હતો ડ્રેસિંગ રૂમ તરફ, એજ સમયે થયો જોરદાર બ્લાસ્ટ!

શાન મસૂદને ટેસ્ટ ટીમની અને શાહીન શાહ આફ્રિદીને ટી-20 ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી. જો કે બંને કેપ્ટનના નેતૃત્વમાં ટીમ સારૂ પ્રદર્શન કરી શકી ન હતી. આ જ કારણ છે કે બાબરને ફરીથી કેપ્ટન બનાવવામાં આવી શકે છે. પીસીબીના અધિકારીઓ તેમને આ ભૂમિકા સોંપવાના નિર્ણયને આખરી ઓપ આપી રહ્યા છે. કહેવાય રહ્યું છે કે આ પછી જ T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરવામાં આવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ