Before the festive season, the Modi government may offer another relief package, find out what will be special
સારા સમાચાર /
તહેવારોની સીઝન પહેલા મોદી સરકાર આપી શકે એક અન્ય રાહત પેકેજની ભેટ, જાણો શું હશે ખાસ
Team VTV04:43 PM, 01 Oct 20
| Updated: 04:44 PM, 01 Oct 20
કેન્દ્ર સરકાર તહેવારોની સીઝન પહેલા પહેલા ભારતીય અર્થવ્યવસ્થા માટે બીજું રાહત પેકેજ આપવાની તૈયારી કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ અંગે PMO અને જુદા જુદા મંત્રાલયો વચ્ચે ઘણી બેઠકો યોજાઈ છે.
મોદી સરકાર અર્થતંત્ર માટે લાવી શકે છે બીજું રાહત પેકેજ
PMO અને અન્ય મંત્રાલયો વચ્ચે ચાલી રહી છે ચર્ચાઓ
અનેક સેક્ટરો માટે આપાઈ શકે છે ટેક્સ પ્રોત્સાહનો
કોરોના ને કારણે અર્થવ્યવસ્થામાં આવેલી મંદીને દૂર કરવા માટે સરકાર બીજું રાહત પેકેજ લાવવાની તૈયારીમાં છે. ભારતીય અર્થવ્યવસ્થા માટે સેકન્ડ સ્ટીમ્યુલસ પેકેજના અંતિમ તબક્કામાં છે.
પહેલા કરતાં હશે નાનું રાહત પેકેજ
એક ખાનગી ન્યુઝ ચેનલના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી રાહત પેકેજ પહેલા કરતા નાનું હોઈ શકે છે જો કે આમાં, કોરોના અને લોકડાઉનથી સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા ક્ષેત્રો હોટલ, પર્યટન, ઉડ્ડયન અને હોસ્પિટાલિટી સેકટર્સ પર સૌથી વધુ ભાર મૂકશે. આ સમાચાર પછી, સ્પાઇસ જેટ, ડેલ્ટાકોર્પ જેવા શેરમાં ઘણો ઉછાળો જોવા મળ્યો હતો.
આગામી રાહત પેકેજ શું હશે નવું?
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી રાહત પેકેજ માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. તેને કોઈપણ સમયે જાહેર કરી શકાય છે. પહેલાનાં રાહત પેકેજ કરતા આ ખૂબ નાનું પેકેજ હશે. આગામી રાહત પેકેજમાં, હોટલ, પર્યટન, ઉડ્ડયન જેવા ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવાની ધારણા છે. વડા પ્રધાન કાર્યાલય PMO અને નાણાં મંત્રાલય વચ્ચે ત્રણ થી ચાર રાઉન્ડની બેઠક થઈ ચૂકી છે.
બીજા રાહત પેકેજમાં શું હશે વિશેષ
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, બીજા રાહત પેકેજ માં ટેક્સ પ્રોત્સાહનો પર વધુ ભાર આપવામાં આવી શકે છે. ઘણા ક્ષેત્રો માટે ટેક્સ રાહત ની જોગવાઈ કરી શકાય છે.
લોનની ચુકવણી માટેની સમયમર્યાદા વધારી શકાય છે. આ સિવાય અનેક અન્ય રાહત પગલાં લેવાની પણ સરકારની તૈયારી છે. આ પેકેજમાં, લોકોની ખરીદ શક્તિ વધારવા પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આમાં, કોરોના અને લોકડાઉનથી સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્રો હોટલ, પર્યટન, ઉડ્ડયન અને હોસ્પિટાલિટી સેકટર્સપર સૌથી વધુ ભાર મૂકાશે.