બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / વડોદરાના સમાચાર / baroda corruption in smart city project

મુશ્કેલી / વડોદરા સ્માર્ટ સિટીના નામે ડફોળ બની પ્રજા, 4 વર્ષ બાદ પણ પડી રહ્યાં છે આ જરૂરી વસ્તુના ફાંફા

Published By: Mehul

Last Updated: 10:25 PM, 16 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે અનેક વાયદાઓ કરવામાં આવ્યા હતા. સ્માર્ટસિટીના કામ શરૂ થયાને 4 વર્ષ થવા છતાં આજે સ્માર્ટ સીટીનું સપનું અધૂરું જ છે. અન્ય સગવડોની વાત તો દૂર શહેરના લોકોને પીવાનું શુદ્ધ પાણી મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

31 પ્રોજેક્ટ માટે 1000 કરોડની જોગવાઇ 

આજથી 4 વર્ષ પહેલા દેશમાં સ્માર્ટ સીટી નામનો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો હતો. વડોદરા શહેરને દેશના વિવિધ શહેરોની હરોળમાં મૂકવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી. સ્માર્ટ સિટી માટે વડોદરામાં 60 પ્રોજેકટો ઊભા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના માટે 2300 કરોડની ફાળવણી કરવાની જોગવાઈ પણ કરવામાં આવી હતી. જેમાં ચાર વર્ષમાં 31 પ્રોજેકટ તૈયાર કરવા માટે 1000 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ હતી. 

પૈકી કેદ્ર સરકારે 500 કરોડ, અને રાજ્ય સરકાર 250 કરોડ અને તેમજ મહાનગરપાલિકાએ 250 કરોડ રૂપિયા જમા કરાવવાના હતા. જોકે, અત્યાર સુધીમાં કેદ્ર સરકારે 195 કરોડ, રાજ્ય સરકારે 97 કરોડ અને મહાનગરપાલિકાએ 93 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.

 

સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ અમલમાં મુક્યાના ખોટા દાવા

વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેકેટ હેઠળ સીટી ઈન્ફોરમેશન સેન્ટર, ચારેય દરવાજાના રિસ્ટોરેશન, યુટીલિટી ઇલેક્ટ્રીક કેબલ પાથરવાનું તથા એબીસી એરિયામાં ચોવીસે કલાક પાણી પહોંચાડવા માટે કામ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત સીટી બસ સેવા, જન મહેલ, પબ્લિક વાઇફાઇ ઇન્ટેલીજન્ટ પોલ, ઇ ટોયલેટ, વોટર વેડિંગ મશિન, પબ્લિક બાઈસીકલ શેરિંગ જેવા પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.  

જો અત્યાર સુધીમાં થયેલા કામના ખર્ચની વાત કરીએ તો ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર માટે 100 કરોડ, સીટી ઇન્ફર્મેશન સેન્ટર માટે 1.42 કરોડ, ચાર દરવાજાના રિસ્ટોરેશન માટે 4.16 કરોડ, યુટીલિટી ઇલેકટ્રીક કેબલ માટે 121 કરોડ, ABC એરિયામાં ચોવીસ કલાક પાણી માટે 107 કરોડ, સ્માર્ટસિટી રોડના કામો માટે 81 કરોડનો અત્યાર સુધીમાં ખર્ચ કરવામાં આવ્યો છે.  
 
પીપીપી મોડલમાં ભ્રષ્ટાચાર

વડોદરાને સ્માર્ટ સીટીનું રૂપકડું નામ તો આપવામાં આવ્યું છે પણ આખા શહેરની હાલત અત્યારે કફોડી છે કારણે કે સ્માર્ટ સીટીના નામે જે કામો કરવામાં આવ્યા છે તે પીપીપી મોડલથી કરવામાં આવ્યા છે અને એ કામોમાં ભ્રષ્ટ્રાચારના આક્ષેપો થઈ રહ્યા છે. જન મહેલમાં કરોડોની જમીન 100 વર્ષના ભાડાપટ્ટે આપી દેવામાં આવી છે. જયારે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે પરંતુ આખું શહેર જ્યોર પાણીમાં ડૂબી જાય છે ત્યારે વીએમસીના શાસકો લાચાર બની જાય છે. આ કેવી સ્માર્ટ સિટી તેવા સવાલો ઊભા થાય છે.  

મહાનગરપાલિકા પાસે નાણાની નથી જોગવાઇ

સ્માર્ટ સીટીના ખર્ચના શેરિંગ માટે જે નાણાંની જોગવાઈ મહાનગરપાલિકા પાસે હોવી જોઈએ તે નથી. જેના કારણે પાલિકા પોતાની માલિકના પ્લોટ વેચી રહી છે. બીજુ બાજુ  જયારે ચોવીસ કલાક પાણી વિતરણની વાતો કરવામાં આવે છે. પણ છેલ્લા 6 મહિનાથી વડોદરાના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી પણ મળતું નથી તે હકીકત છે. 

વડોદરા શહેર સ્માર્ટ સિટીનું બિરુદ પામશે ત્યારે પામશે પરંતુ હાલ તો નાગરિકોની હાલત કફોડી બની છે અને વિપક્ષને શાસક પક્ષ સામે આક્ષેપ કરવાનો મોકો મળી ગયો છે. કેમકે, વિકાસકાર્યમાં થઈ રહેલો ભ્રષ્ટાચાર ઊડીને આંખે વળગી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Corruption Gujarat News Gujarati News baroda smart city Problem

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ