બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Barkhana filled with special fruit like chiku... then face-to-face firework war...: This tradition has been going on for decades in this village of Gujarat.

ગુજરાતની અનોખી પરંપરા / ચીકુ જેવા ખાસ ફળમાં ભરવાનું દારૂખાનું... પછી સામસામે આતિશબાજીનું યુદ્ધ...: ગુજરાતનાં આ ગામમાં આ દાયકાઓથી ચાલી આવે છે પરંપરા

Vishal Khamar

Last Updated: 07:22 AM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે. જ્યારે સાવરકુંડલામા પાછલા છ દાયકાથી દિપાવલીની રાત્રીએ ઇંગોરીયા યુધ્ધ જામે છે. જો કે હવે ઇંગોરિયાના વૃક્ષ ઘટતા તેનું સ્થાન કોકડાએ લીધું છે.

  • દેશભરમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડીને ઉજવણી કરાય છે
  • સાવરકુંડલામાં છ દાયકાથી અનોખી રીતે કરાય છે દિવાળીની ઉજવણી
  • દિવાળીનાં દિવસે રાત્રે જામે છે ઇંગોરીયા યુધ્ધ

 સાવરકુંડલામા પાછલા છ દાયકાથી દિપાવલીની રાત્રીએ ઇંગોરીયા યુધ્ધ જામે છે. આ પરંપરા હજુ પણ જળવાઇ રહી છે. જો કે હવે ઇંગોરીયાના વૃક્ષ ઘટી ગયા હોઈ. તેના સ્થાને યુવાનો કોકડાથી આ અનોખી આતશબાજી કરે છે. ઇંગોરીયાની આ લડાઇ જોવા દુરદુરથી લોકો સાવરકુંડલા ઉમટી પડે છે. ત્યારે આ ઈંગોરીયાનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે. તેના ચીકુ જેવા ફળને ઈંગોરીયુ કહેવામાં આવે છે. દિવાળી પહેલા એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઈંગોરીયા શોધી વૃક્ષ પરથી તોડી તેને સુકવી દે છે.  ત્યારબાદ ઉપરથી છાલને ચપ્પુ વડે કાઢી તેમાં કાણું પાડી અંદરના ભાગે તેમાં દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરી ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે. ત્યારબાદ નદીના માટીના પથ્થરના ભુક્કાથીએ કાણું બંધ કરી દેવાય છે. અને તેને સૂકવામાં આવે છે. અને ત્યારબાદ ઈંગોરીયું તૈયાર થઈ જાય છે. જેને દીવાળીની રાત્રીએ આવા હજારો તૈયાર થયેલા ઈંગોરીયાના થેલા ભરી લડાયકો આગનું યુધ્ધ રમવા તૈયાર થઈ જાય છે. 

સળગતા ઈંગોરીયા નાખીને ટોળીઓને દૂરદૂર સુધી ખસેડી દે

આ ઈંગોરીયાને સળગાવવા માટે કાથીની વાટ કે જામગરી વડે સળગાવાય સામ સામા સળગતા ઈંગોરીયા ફેંકવામાં આવે છે . સાવર અને કુંડલા એમ બે જૂથ વચ્ચે વહેચાયેલા લડવૈયા એકબીજા સામે સળગતા ઈંગોરીયા નાખીને ટોળીઓને દૂરદૂર સુધી ખસેડી દે છે. હાલમાં જેમ દાડમના ફુવારા નીકળે છે. તેવા આગના ફુવારા સાથે ગોળીની જેમ દૂર સુધી રોકેટની જેમ જાય છે. આ રોમાંચિત લડાઈમાં આનંદ કીકીયારી નાસભાગ અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાય છે.  કયારેક કોઈના કપડાં પણ દાઝી જાય છે.  જો કે મોટું નુકસાન કે માથાકુટ થતી નથી કારણ કે આ નિર્દોષ રમત હોય છે.  રાતના દસ વાગ્યાથી સવાર સુધી આ ઈંગોરીયાની લડાઈ ચાલે છે. સમયના બદલાતા વહેણ સાથે આ ઈંગોરીયાની લડાઈમાં પણ પરિવર્તન થયું છે. લડાઈનું નામ તો ઈંગોરીયાની લડાઈ જ રહ્યું છે.

માધ્યમો બદલાયા પરંતુ ઇંગોરીયાની આ અનોખી લડાઇ આજે પણ ચાલુ છે

હાલ ઈંગોરીયાના વૃક્ષો ઓછા થતા તેનું સ્થાન કોકડાએ લીધું છે. આથી કોકડાને દારૂખાનું ભરી તૈયાર કરાઈ છે. માધ્યમો બદલાયા પરંતુ ઇંગોરીયાની આ અનોખી લડાઇ. આજે પણ ચાલુ જ રહેશે. અહી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે. આ અનોખી લડાઈને જોવા આજે પણ દૂર દૂર થી લોકો સાવરકુંડલા ખાતે આવે છે ને દિવાળીની રાત્રે સાવરકુંડલામાં ખેલાય છે દિલધડક ઈંગોરીયા યુદ્ધ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ