બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / bank holidays august 2022 rbi issues bank holidays calender of august see here full list

કામની વાત / ખાસ વાંચી લો નહીંતર ધક્કો થશે : ઓગસ્ટ મહિનામાં 13 દિવસ બંધ રહેવાની છે બેંકો, નોંધી લો તારીખ

Premal

Last Updated: 02:20 PM, 20 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓગષ્ટ મહિનો આવવાનો છે. જો તમે પણ ઓગષ્ટમાં બેંક બ્રાન્ચ જઇને બેંકિંગનુ કામ પતાવવાના છો તો પહેલા આ સમાચાર એક વખત ખાસ વાંચી લો. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ ઓગષ્ટની રજાની યાદી જાહેર કરી છે. ઓગષ્ટમાં કુલ 13 દિવસ બેંકો બંધ રહેવાની છે.

  • RBIએ ઓગષ્ટની રજાની યાદી જાહેર કરી
  • ઓગષ્ટમાં કુલ 13 દિવસ બેંકો રહેશે બંધ
  • બેંક હૉલીડે લિસ્ટને ત્રણ કેટેગરીમાં વહેંચ્યું

RBIએ ત્રણ કેટેગરીમાં વહેંચી રજા

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ બેંક હૉલીડે લિસ્ટને ત્રણ કેટેગરીમાં વહેંચ્યું છે. જેમાં Negotiable Instruments Act, Real Time Gross Settlement Holiday અને Banks Closing of Accounts સામેલ છે. એટલેકે રાષ્ટ્રીય રજા સિવાય અમુક રાજ્ય-વિશિષ્ટ રજાઓ છે. જેમાં બધા રવિવારની સાથે-સાથે મહિનાનો બીજા અને ચોથા શનિવારનો પણ સમાવેશ થાય છે. આવો જાણીએ કે ઓગષ્ટ મહિનામાં કયા-કયા દિવસ બેંકો બંધ રહેવાની છે. 

ઓગષ્ટમાં ક્યારે-ક્યારે રહેશે બેંકોની રજા

1 ઓગષ્ટ 2022: ગંગટોકમાં દ્ર્રુપકા શે-જી તહેવારને કારણે બધી બેંકો બંધ રહેશે.
7 ઓગષ્ટ 2022: રવિવારે વીકેન્ડના કારણે આખા દેશમાં બેંકોની રજા રહેશે.
8 ઓગષ્ટ 2022: મોહરમના અવસરે જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
9 ઓગષ્ટ 2022: ચંડીગઢ, દહેરાદૂન, ભુવનેશ્વર, ગુવાહાટી, ઈમ્ફાલ, જમ્મુ, પણજી, શિલાંગ, શિમલા, તિરૂવનંતપુરમ અને શ્રીનગર છોડીને દેશના બાકી સ્થાનોમાં મોહરમના કારણે બેંકો બંધ રહેશે.
11 ઓગષ્ટ 2022: રક્ષાબંધન પર્વને કારણે આખા દેશમાં બેંકોની રજા રહેશે.
13 ઓગષ્ટ 2022: મહિનાનો બીજો શનિવાર હોવાના કારણે દેશની બધી બેંકો બંધ રહેશે.
14 ઓગષ્ટ 2022: રવિવારે વીકેન્ડના કારણે આખા દેશમાં બેંકોની રજા રહેશે.
15 ઓગષ્ટ 2022: સ્વતંત્રતા દિવસના કારણે દેશની બધી બેંકો બંધ રહેશે.
16 ઓગષ્ટ 2022: પારસીના નવાવર્ષે મુંબઈ અને નાગપુરની બધી બેંકો બંધ રહેશે.
18 ઓગષ્ટ 2022: જન્માષ્ટમીના કારણે દેશની બધી બેંકો બંધ રહેશે.
21 ઓગષ્ટ 2022: રવિવારે વીકેન્ડના કારણે આખા દેશમાં બેંકોની રજા રહેશે.
28 ઓગષ્ટ 2022: રવિવારે વીકેન્ડના કારણે આખા દેશમાં બેંકોની રજા રહેશે.
31 ઓગષ્ટ 2022: ગણેશ ચતુર્થીને પગલે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં બેંકોની રજા રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ