બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Bajrang Dal activists beat up youth in UP's Kanpur in protest of conversion

ધર્મ'અંધતા' / કાનપુરમાં બજરંગ દળના કાર્યકરો દ્વારા યુવકને ઢોરમાર, એક મહિલાએ યુવક પર ધર્માન્તરણ માટે લાલચનો કર્યો આક્ષેપ

Vishnu

Last Updated: 11:29 PM, 12 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાએ બે દિવસ પહેલા બજરંગદળના કાર્યકર્તાની ફરિયાદ કરી હતી, જે બાદ બજરંગદળના હજારો કાર્યકર્તાએ એક સાથે યુવકને ઘેરી માર માર્યો

  • યુપીના કાનપુરમાં આ તો કેવી ધર્માંધતા?
  • પડોસમાં રહેતા યુવકે ધર્મ પરિવર્તનની આપી લાલચ
  • બજરંગદળના કાર્યકર્તાઓએ જય શ્રી રામના નારા બોલાવડાવ્યા

ઉત્તરપ્રદેશના કાનપુરમાં રહેતી રાની નામની એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તેમના પાડોશમાં રહેતા વિધર્મી યુવકે તેમને ધર્મપરિવર્તન માટે દબાણ કરે છે. અને ધર્મપરિવર્તન કરાવા બદલ 20 હજાર રૂપિયાની લાલચ પણ આપી છે. આ મામલે મહિલાએ પોલીસ મથકમાં અને ઉચ્ચ અધિકારીઓને પણ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ મહિલાની ફરિયાદ પર પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપો લાગ્યા હતા. આ પછી મહિલાએ ખુદ બજરંગના કાર્યકરોની મદદ લીધી હતી.

મહિલાએ બજરંગ દળને કરી ફરિયાદ

સમગ્ર મામલો બજરંગદળને જણાવ્યો હતો. વાતની જાણ થતા બજરંગદળના કાર્યકરોએ યુવકને ઘરમાંથી બહાર કાઢી ઢોર માર માર્યો હતો. આ સાથે વિધર્મી યુવકના મોઢે જય શ્રીરામના નારા પણ લગાવડાવ્યા હતા. જો કે, પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ કોઈ કાર્યવાહી માટે નહીં. પરંતુ તમાશો જોવા માટે પોલીસ પહોંચી હોય તેમ બજરંગદળ પર એક્શન લીધા નહોતા. 

બજરંગ દળના કાર્યકરોએ વિધર્મી યુવકને ઢોર માર માર્યો

એક મહિલાની ફરિયાદ પર બજરંગદળના કાર્યકરોએ વિધર્મી યુવકને માર માર્યો હતો. અને મૂકપ્રેક્ષક બનેલી પોલીસના હવાલે યુવકને કર્યો હતો. જો કે, એ પહેલા બજરંગદળના કાર્યકરોએ યુવકને બેરહેમીથી માર માર્યો હતો. તો ઉપરથી બજરંગદળના કાર્યકરોએ પોલીસ પર આક્ષેપ લગાવ્યા હતા. અને કહ્યું કે, મહિલાની ફરિયાદ પછી પણ પોલીસે ધર્મપરિવર્તન મામલે કોઈ કામગીરી કરી નહોતી

ઉત્તર પ્રદેશની ચૂંટણીના બ્યૂગલ ફુંકાઈ ચૂક્યા છે ત્યારે ધર્મ પરિવર્તનનો મુદ્દો ફરી ચગી રહ્યો છે. યુવકને તેના ઘરની બહાર લાવી ઢસેડી  ઢસેડીને માર મારવામાં આવ્યો બાદમાં યુવકને જય શ્રી રામના નારા બોલવા મજબૂર કરવામાં આવ્યો. ઉત્તર પ્રદેશના કાનપુરમાં ધર્માતરણના મુદ્દે વિરોધ કરતાં બજરંગદળના કાર્યકર્તાઓએ ખુલ્લે આમ કાયદાના લીરે લીરા ઉડાવ્યા, બજરંગદળના કાર્યકર્તાઓએ ધર્માંતરણના આરોપી બતાવવામાં આવી રહેલા યુવકને ઘરમાંથી પકડ્યા બાદમાં ઢોર માર મારવામાં આવ્યો. આ વખતે આરોપીઓ દ્વારા યુવકની મરજી વિરુદ્ધ જય શ્રી રામના નારા બોલાવવામાં આવ્યા. સૌથી વધુ શરમજનક વાત તો એ છે કે, આ બધુ જ કાનપુર પોલીસની સામે થઈ રહ્યું હતું. પોલીસ બસ કાયદાની ધજજીયા ઊડતી હતી અને તે તમાસો જોઈ રહી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ