લગ્ન / 1 ડિસેમ્બરે થશે પહેલવાન બબીતા-વિવેકનાં લગ્ન, વડા પ્રધાન મોદીને આપ્યું નિમંત્રણ

Babita Phogat to Get Married to Fellow Wrestler

નવી દિલ્હી: દંગલ ગર્લ બબીતા ફોગાટ તા. 1 ડિસેમ્બરે પહેલવાન વિવેક સુહાગ સાથે લગ્ન કરવા જઈ રહી છે. તા. 2 ડિસેમ્બરે દિલ્હીમાં રિસેપ્શન આયોજિત થશે. બબીતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા માટે પહોંચી હતી. મોદીએ પણ તેને શુભેચ્છાઓ પાઠવી હતી. બબીતાના ભાઈ રાહુલ ફોગાટે જણાવ્યું, ''તા. 1 ડિસેમ્બરે લગ્ન થશે. બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે. લગ્ન સમારંભ અમારા મૂળ વતન બલાલી ગામમાં યોજાશે. રિસેપ્શન તા. 2 ડિસેમ્બરે દિલ્હીમાં રાખવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ