બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Ayodhya Ram Mandir Mexico Queretaro also got its first Lord Ram temple

Ram Mandir / રામભક્તિમાં ડૂબી દુનિયા: અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે આ દેશને મળ્યું પહેલું રામ મંદિર

Megha

Last Updated: 04:27 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ અયોધ્યામાં રામ ભક્તોની લગભગ 500 વર્ષની લાંબી રાહનો આજે અંત આવ્યો તો બીજી તરફ મેક્સિકોના ક્વેરેટારો શહેરમાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.

  • રામ ભક્તોની લગભગ 500 વર્ષની લાંબી રાહનો આજે અંત આવ્યો છે. 
  • બીજી તરફ મેક્સિકોના ક્વેરેટારો શહેરમાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. 
  • મેક્સિકોના ક્વેરેટારો શહેરને તેનું પ્રથમ ભગવાન રામ મંદિર મળ્યું છે.

રામ ભક્તોની લગભગ 500 વર્ષની લાંબી રાહનો આજે અંત આવ્યો છે. અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને દરેક ભારતીય આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે. ભગવાન શ્રી રામ અત્યારે અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા છે. 

આ દરમિયાન રવિવારે મેક્સિકોના ક્વેરેટારો શહેરમાં પહેલા રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા અમેરિકન પૂજારી દ્વારા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે મંદિરમાં સ્થાપિત ભગવાન શ્રી રામની પ્રતિમા ભારતથી લાવવામાં આવી છે.

પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ભગવાન શ્રી રામના સ્તોત્ર સાથે વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ વિશે માહિતી આપતા મેક્સિકોમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું અયોધ્યામાં 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ પહેલા, મેક્સિકોના ક્વેરેટારો શહેરને તેનું પ્રથમ ભગવાન રામ મંદિર મળ્યું છે.”

ભારતીય દૂતાવાસે વધુમાં માહિતી આપી હતી કે "'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ એક અમેરિકન પૂજારી દ્વારા મેક્સિકન યજમાનો અને ભારતમાંથી લાવવામાં આવેલી મૂર્તિઓ સાથે કરવામાં આવ્યો હતો. સમગ્ર હોલમાં NRI દ્વારા ગાયેલા ભજનો અને ગીતોની ગુંજ સાથે વાતાવરણ દિવ્ય ઊર્જાથી ભરાઈ ગયું હતું.

વધુ વાંચો: કેનેડામાં મોટું એલાન, ફ્રાંસમાં રથયાત્રા અને USમાં લાઈવ પ્રસારણ: અયોધ્યા રામ મંદિર માટે દુનિયાભરમાં ઉત્સાહ 

આ તરફ અયોધ્યામાં ભગવાનના બાળ સ્વરૂપને સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રામલલાની મૂર્તિની ખૂબ જ ખાસ તસવીરો સામે આવી છે. શણગારેલી મૂર્તિમાં ભગવાનનું સમગ્ર સ્વરૂપ જોઈ શકાય છે. તસવીરમાં રામલલા કપાળ પર તિલક સાથે ખૂબ જ નમ્ર મુદ્રામાં જોવા મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ