ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / Avoid Eating These Food Item While Suffering From Constipation

સ્વાસ્થ્ય / જો તમે પણ કબજિયાતની સમસ્યાથી પરેશાન છો ? તો આ વસ્તુ બિલકુલ ના ખાતા

Published By: Juhi

Last Updated: 12:10 PM, 18 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કબજિયાતની તકલીફ સામાન્ય રીતે મોટાભાગના લોકોને થતી હોય છે, કબજિયાત થવા પાછળ કારણો અનેક છે જેમકે તમારી બિઝી લાઇફસ્ટાઇલ, ભોજનનું સમય ના સચાવવો વગેરે. કબજિયાત થઇ જતી હોય તો ખાવાપીવા પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. કેટલીક એવી ખાદ્યચીજો છે જે કબજિયાત દરમિયાન ખાવાથી રાહત મળે છે. તો કેટલાક એવી ખાદ્યચીજો છે જે મુશ્કેલી વધારે છે. એટલી વસ્તુઓથી દૂર જ રહેવુ જોઇએ.

ADVERTISEMENT

શા કારણે થાય છે કબજિયાત

- ઓછું પાણી પીવું
- તળેલો ખોરાક ખાવો
- વજન ઘટાડવા માટે ડાયટિંગ કરવુ
- મેટાબોલિઝમ નીચે હોવો
- સતત એક જગ્યાએ બેસી રહેવુ/ બેઠાડું જીવન
- એક જ પ્રકારનો ખોરાક લેવો નુકસાનકારક સાબિત થઇ શકે છે. 

કબજિયતાના ઉપાયો:

- કબજિયાતની સમસ્યાથી પરેશાન હોવો ત્યારે તળેલો ખોરાક ના ખાવો જોઇએ. દ્રાશ ફાયબરથી ભરપૂર હોય છે. એક મુઠ્ઠી દ્રાશ રાત્રે પાણીમાં પલાળી દેવી અને સવારે ખાલી પેટે ખાઇ લેવી. આ ઉપાય કબજિયાતમાં રાહત આપશે.

કબજિયાતના કારણે શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, પેટ ફૂલવુ વગેરે જેવી સમસ્યા થાય છે. આગળ જાણો, કઇ વસ્તુઓ ખાવાથી કબજિયાતની સમસ્યા વધી જાય છે. 

- ડેરી ઉત્પાદનોનું સેવન કરવાથી ઘણા લોકોને કબજિયાતની સમસ્યાની થાય છે. ડેરી ઉત્પાદનોમાં રહેલું લેક્ટોઝ કબજિયાતનું કારણ બની શકે છે. કેટલાક ડેરી ઉત્પાદનોમાં ફેટનું પ્રમાણ વધારે હોય છે જેથી આ સમસ્યા વધી જાય છે. કબજિતાય થઇ હોય ત્યારે દૂધ અથવા તેમાંથી બનાવવાની આવેલી વસ્તુઓ ખાવાની ટાળવી જોઇએ..

- ચોખા પચવામાં સરળ નથી. સફેદ ચોખા બ્રાઉન રાઈસની સરખામણીમાં પચવામાં ભારે હોય છે. એટલે કબજિયાત થઈ હોય ત્યારે વ્હાઈટ રાઈસ કે તેમાંથી બનેલી કોઈપણ વસ્તુ ખાવાનું ટાળવુ જોઇએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Health lifestyle ઉપાયો કબજિયાત ખાદ્યપદાર્થો Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ