Steve Smith Catch Video: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં છે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાની 5 વિકેટ 50 રનની અંદર જ પડી ગઈ હતી. તે જ સમયે આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે હાર્દિક પંડ્યાનો શાનદાર કેચ પકડ્યો હતો.
સ્મિથનો આ કેચ એટલો શાનદાર હતો કે તે સંપૂર્ણપણે હવામાં ઉડતો જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યા પણ સ્મિથના કેચ પર વિશ્વાસ કરી શક્યો નહતો સાથે જ રોહિત શર્મા સહિત મેચ જોવા આવેલ દરેક લોકો સ્મિથના આ કેચને જોઈને ચોંકી ગયા હતા. હાલ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.