બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / attention Please Dhanraj Nathwanis ironic tweet about illegal constructions next to Dwarka Jagatmandir

માંગણી / 'કૃપા કરીને ધ્યાન આપો'  દ્વારકા જગતમંદિરની બાજુમાં ગેરકાયદે બાંધકામોને લઈને ધનરાજ નથવાણીનું માર્મિક ટ્વીટ

Kishor

Last Updated: 09:49 PM, 4 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકામાં જગતમંદિરની બાજુમાં ખડકી દેવામાં આવેલા ગેરકાયદે બાંધકામોને લઈને ધનરાજ નથવાણીએ ટ્વીટ કર્યું છે.

  • દ્વારકામાં ગેરકાયદેસર દબાણને ધનરાજ નથવાણીનું ટ્વીટ
  • બેટ દ્વારકા બાદ દ્વારકામાં પણ દબાણો દુર કરવા કર્યુ ટ્વીટ
  • અગાઉ પણ દબાણોને લઇ કરી ચુક્યા છે ટ્વીટ

બેટ દ્વારકા ખાતે થયેલ દબાણો અંગે સરકારે સર્વે કરી મેગા ડીમોલીશન હાથ ધર્યું છે. જે કામગીરી આજે ચોથા દિવસે પણ યથાવત રહેવા પામી હતી. આ દરમિયાન તંત્ર દ્વારા અનેક અનેક ગેરકાયદે દબાણોનો કડૂસલો બોલાવી દેવામાં આવ્યો છે. તેવામાં હવે રિલાયન્સના ધનરાજ નથવાણીએ માર્મિક ટ્વીટ કર્યું છે. જેમાં યાત્રાધામ દ્વારકામાં જગતમંદિર નજીક અનેક ગેર કાયદે બાંધકામો ખડકાઈ ગયા છે . આ બાંધકામ પર પણ નજર કરી કાર્યવાહી કરવાની માંગ ઊઠાવાઇ છે.

જગતમંદિર આસપાસ ધ્યાન આપવા વધુ એક વખત ટકોર 
વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા દેવાલય જગતમંદિર દ્વારકામાં જગતમંદિર નજીક અનેક ગેરકાયદે બાંધકામો ખડકાઈ ગયા છે. આ બાંધકામ પર પણ નજર કરવા રિલાયન્સના નથવાણીએ માર્મિક ટ્વીટ કર્યું છે. આર્કોલોજી હસ્તકના આ મંદિરની સો મીટરની ત્રિજીયામાં કોમર્શીયલ અને રહેણાંક સહિતના અનેક બાંધકામો ઉભા કરી દેવામાં આવ્યા છે. અનેક વખત આ મુદ્દે ચર્ચાનો પણ વિષય બન્યો છે. પરંતુ નક્કર કાર્યવાહી ઉડીને આંખે વળગે તેવી એ છે કે દરેક વખતે તંત્ર આંખ આડા કાન કરતુ આવ્યું છે. હવે જયારે બેટ દ્વારકામાં તંત્રએ મેગા ડીમોલીશન હાથ ધર્યું છે ત્યારે જગતમંદિર આસપાસ ધ્યાન આપવા વધુ એક વખત ટકોર કરવામાં આવી છે.

રિલાયન્સ ગ્રુપના ધનરાજ નથવાણીએ માર્મિક ટવીટ કર્યું
યાત્રાધામ દ્વારકામાં દરરોજ દેશવિદેશથી ભાવિકોનો પ્રવાહ ભગવાન દ્વારકાધીશના દર્શને આવે છે.  જેનો લાભ લઇ દબાણખોરો દ્વારા જગત મંદિર આજુબાજુ અનેક દબાણો ખડકી દેવામાં આવ્યા છે.  ખુલ્લી જગ્યાઓ પર અનેક નાનામોટા વેપારી એકમો ખુલી ગયા છે. આ એકમોમાંથી મોટા ભાગના દબાણો ગેરકાયદે હોવાના અનેક વખત આક્ષેપ થયા છે.  આ દબાણ હટાવવા અનેક વખત રજુઆતો પણ થઇ છે. છતાં તંત્રની ઉદાસીનતા વચ્ચે પરિસ્થિતિ વધારે વિકટ બનતી ચાલી છે. તાજેતરમાં બેટ દ્વારકા ખાતે થયેલ દબાણો અંગે સરકારે વ્યવસ્થિત સર્વે કરી મેગા ડીમોલીશન શરુ કર્યું છે. આ કાર્યવાહીનો કે જગતમંદિર આસપાસના દબાણોનો ઉલ્લેખ કર્યા વગર જ રિલાયન્સ ગ્રુપના ધનરાજ નથવાણીએ માર્મિક ટવીટ કર્યું છે ધેર આર મેની ઈલીગલ સ્ટ્રક્ચર નેક્સ્ટ ટુ જગત મંદિર, દ્વારકા એટેન્સન પ્લીઝ, તે અંગેનું ટ્વિટ કર્યું હતું. 

દ્વારકા જગતમંદિરની બાજુમાં અનેક ગેરકાયદે બાંધકામો છે. કૃપા કરીને ધ્યાન આપો ’ આ માર્મિક ટ્વીટની કેટલી અસર તંત્ર કે સરકાર પર થાય છે એ આવનાર સમય જ કહેશે , ઉલ્લેખનીય છે કે જામનગરમાં અમુક વિસ્તારમાં ચાલતી લુખ્ખાગીરી અને લાલપુર રોડની બિસ્માર હાલત બાબતે નથવાણીએ ટ્વીટ કર્યા બાદ તંત્રએ એક્શન લીધા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ