Attempts to cut Sagira's throat in Gandhinagar as in Surat, talk of boyfriend attacking her with a knife
પાગલ પ્રેમી /
સુરતની જેમ ગાંધીનગરમાં પણ સગીરાનું ગળું કાપવાનો પ્રયાસ, પ્રેમીએ ક્ટરથી હુમલો કર્યાની ચર્ચા
Team VTV10:19 AM, 19 Feb 22
| Updated: 02:01 PM, 19 Feb 22
સુરત બાદ ગાંધીનગરમાં સગીરાનું ગળુકાપી હત્યા કરવાનો બનાવ સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે.
કટરથી સગીરાનું ગળુ કાપવાનો કર્યો પ્રયાસ
પોલીસે આરોપી સંજય ઠાકોરની કરી ધરપકડ
સગીરાના પરિવારે કડક સજાની કરી માંગ
સુરત બાદ ગાંધીનગરમાં માણસાના અમરાપૂરમાં સગીરાની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં યુવકે સગીરાના ગળા પર કટરથી ઘા ઝીંકી હુમલો કર્યો છે. પ્રાપ્ત માહિતીના અધારે આરોપીએ સગીરાને તારા કાકા બોલાવે છે તેમ કહીને સગીરાને નદીના કોતરમાં લઈ ગયો હતો. તે દરમિયાન કોતરમાં સગીરા અને આરોપી વચ્ચે માથાકૂટ થઇ હતી. જેને લઈને આરોપી સંજય ઠાકોરે સગીરા પર કટર દ્વારા હુમલો કરી ગળુ કાપવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે આરોપી સંજય ઠાકોરની કરી ધરપકડ
મહત્વનું છે કે, સગીરા અને યુવક એક જ સમાજના છે. આ સગીરા ધો.12 માં અભ્યાસ કરે છે. આ ઘટનાની જાણ થતા ગ્રામજનોએ સગીરાને સારવાર માટે ખસેડી છે. તેમજ આ ગંભીર ઘટનાને પગલે પોલીસ ,એફ્.એસ.એલ ઘટના સ્થળે પહોચ્યા છે. તેમજ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસ દ્વારા હાલ આરોપી યુવકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.એક તરફ આરોપી સંજય ઠાકોર સગીરાનો પ્રેમી હોવાની ચર્ચાઓ પણ જોર પકડ્યું છે. તો વળી બીજી તરફ સગીરાના પરિવારે આરોપીને કડક સજાની થાય તેવી માંગ કરી હતી