બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Attack on Congress candidate after skirmish with locals, political party activists face-to-face in this place

મહાસંગ્રામ / સ્થાનિક સાથે ચકમક બાદ કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો, આ જગ્યાએ રાજકીય પક્ષના કાર્યકરો સામ-સામે જતાં માહોલ ગરમ

Priyakant

Last Updated: 03:36 PM, 5 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજા તબક્કાના મતદાન દરમ્યાન કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો, આ જગ્યાએ મતદાન મથકની બહાર હોબાળોબીજા તબક્કાના મતદાન દરમ્યાન કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો, આ જગ્યાએ મતદાન મથકની બહાર હોબાળો

  • કાલોલ કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહની કાર પર ગોદલી ગામે કરાયો હુમલો 
  • સ્થાનિક સાથે ચકમક બાદ મામલો બીચક્યો આસામાજીક તત્વો દ્વારા કરાયો હુમલો 
  • વડોદરાના સાઢાસાલ ગામે મતદાન મથકની બહાર હોબાળો
  • એક તરફી મતદાન થતું હોવાના આક્ષેપ સાથે હોબાળો
  • રાજકીય પક્ષના કાર્યકરો વચ્ચે બોલાચાલી

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. તેવામાં હવે કાલોલમાં કોંગ્રેસના ઉમેદવાર ઉપર હુમલાની ઘટના સામે આવી છે.  પ્રાથમિક વિગતો મુજબ ગોદલી ગામે પ્રભાતસિંહની કાર પર હુમલો કરાયો હોવાથી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ  વડોદરાના સાઢાસાલ ગામે મતદાન મથકની બહાર હોબાળાની ઘટના સામે આવી છે. જોકે ત્યાં એક તરફી મતદાન થતું હોવાના આક્ષેપ સાથે  હોબાળો થયા બાદ રાજકીય પક્ષના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં ડેસર પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. 

પંચમહાલ કાલોલ કોંગ્રેસના ઉમેદવાર પર પ્રભાતસિંહ ચૌહાણની કાર પર ગોદલી ગામે હુમલો કરવામાં આવ્યો હતો. મતદાન મથક પર ગયેલા પ્રભાતસિંહને સ્થાનિક સાથે ચકમક બાદ આસામાજીક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગેની જાણ થતાં રાજગઢની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી, હાલ પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.
  
વડોદરાના ડેસરમાં બબાલ

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના સાઢાસાલ ગામે બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે. મતદાન મથકની આજે બપોરના સમયે એક તરફી મતદાન થતું હોવાના આક્ષેપ સાથે બબાલ  થઈ હતી. આ ઘટનાને લઈ રાજકીય પક્ષના કાર્યકરો સામ સામે આવ્યા. જેને લઈ ડેસર પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat election 2022 કોંગ્રેસ ઉમેદવાર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 બોલાચાલી મહાસંગ્રામ હુમલો હોબાળો Gujarat Elections 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ