Atiq ahmed umesh pal kidnapping case naini jail prayagraj court
ઉમેશ પાલ અપહરણ કેસ /
આજે ગેંગસ્ટર અતીક અહેમદના ગુનાઓનો થશે હિસાબ, કોર્ટ આપી શકે છે મહત્વનો ચુકાદો
Team VTV10:21 AM, 28 Mar 23
| Updated: 10:41 AM, 28 Mar 23
રાજૂ પાલની ગોળી મારીને હત્યા કરવાના કેસમાં અતીક અહમદ, તેના ભાઈ અશરફ સહિત 11 લોકો આરોપી હતા. જેમનો આજે ચુકાદો આવી શકે છે.
અતીક અહેમદના ગુનાઓનો થશે હિસાબ
કોર્ટ આપી શકે છે મહત્વનો ચુકાદો
રાજૂ પાલની હત્યાનો છે આરોપ
25 જાન્યુઆરી 2005એ બસપા ધારાસભ્ય રાજૂ પાલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં અતીક અહમદ, તેના ભાઈ અશરફ સહિત 5 આરોપીના નામ સામે આવ્યા હતા. જ્યારે ચાર અજાણ્યા શખ્સો આરોપી હતા.
આ કેસમાં રાજૂ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતા. ઉમેશનું 28 ફેબ્રુઆરી 2006એ અપહરણ થયું હતું. તેનો આરોપ અતીક અહમદ અને તેના સાથીઓ પર લગાવ્યો હતો. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે અતીકે તેની સાથે મારઝુડની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
17 વર્ષ જુના કેસમાં આજે આવશે ચુકાદો
17 વર્ષ જુના ઉમેશ પાલ અપહરણ કેસમાં આજે પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટ ચુકાદો આપી શકે છે. આ મામલામાં બાહુબલી અતીક અહમદ, તેના ભાઈ અશરફ સહિત 11 લોકો આરોપી છે. આ રહેલા સોમવારે અતીક અહમદને ગુજરાતની સાબરમતી જેલથી પ્રયાગરાજ લાવવામાં આવ્યા તેના ભાઈ અશરફને બરેલીથી પ્રયાગરાજ લાવવામાં આવ્યા.
તેના ઉપરાંત એક અન્ય આરોપી ફરહાનને પણ અહીં લાવવામાં આવ્યા. ત્રણેયને નૈની જેલમાં કડક દેખરેખમાં રાખવામાં આવ્યા હતા. સવારે 10 વાગ્યે નૈની જેલથી ત્રણ આરોપીઓને કોર્ટથી લાવવામાં આવ્યા છે.
અતીત અને અશરફને સાથે લઈ જશે શકે છે પોલીસ
પોલીસ અતીત અહમદ અને અશરફને સાથે લઈ જઈ શકે છે. જે સમય પોલીસ બન્નેને લઈને કોર્ટ નિકળશે, ત્યારે એક સાઈડનો ટ્રાફિક રોકતા કાફલો આગળ વધશે. આ સમયે ભારે સંખ્યામાં પોલીસ અને પીએસી બળ સાથે હશે.
PRV112 વેનમાં લગેલા કેમેરા અને શહેરમાં લગેલા દરેક ટ્રાફિક કેમેરાથી નજર રાખવામાં આવશે. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક એલર્ટ મોડ પર રહેશે. સુરક્ષા કડક રાખવામાં આવશે. કોર્ટ પરિષર છાવણીમાં ફેરવાઈ ગયું હતું.
આ કેસમાં 11 આરોપી
અતીક અહમદ ઉપરાંત કેસમાં અશરફ, દિનેશ પાસી, અંસારા અહમદ ઉર્ફ અંસારા બાબા, ખાન સૌલત હનીફ, ફરહાન, ઈસરાર, આબિદ પ્રધાન, આશિક મલ્લી અને અઝાઝ અખ્તર આરોપી છે. આ આરોપી અંસાર અહમદની મોત થઈ ચુકી છે. અતીક અહમદ અશરફ અને ફરહાન જેલમાં છે. બાકી આરોપી જામીન પર છે.
17 વર્ષ બાદ અતીકના ગુના પર નિર્ણય
પ્રયાગરાજમાં 24 ફેબ્રુઆરીએ રાજૂપાલ હત્યાકાંડમાં સાક્ષી ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. ઉમેશ પાલ જ્યારે પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ગલીની બહાર કારથી નિકળતી વખતે તેમના પર શૂટરોએ ફાયરિંગ કરી હતી. આ સમયે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.
આ હુમલામાં ઉમેશ પાલ અને તેના બે ગનર્સની મોત થઈ ગઈ હતી. ઉમેશ પાલની પત્નીએ આ મામલામાં અતીક, તેના ભાઈ અશરફ સહિત 9 લોકો પર કેસ નોંધ્યો ચે. છે. પોલીસ આ કેસમાં અસદ સહિત 5 શૂટરોની શોધ કરી રહી છે.
17 વર્ષ જુના કેસમાં થશે સજા
25 જાન્યુઆરી 2005એ બસપા ધારાસભ્ય રાજૂપાલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ કેસમાં અતીક અહમદ, તેના ભાઈ અશરફ સહિત 5 આરોપીના નામ હતા. જ્યારે ચાર અજાણ્યા શખ્સને આરોપી બનાવ્યા હતા. આ કેસમાં રાજૂ પાલનો સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતા.
ઉમેશનું 28 ફેબ્રુઆરી 2006એ અપહરણ થયું. તેનો આરોપ અતીક અહમદ અને તેના સાથીઓ પર લાગ્યો હતો. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે અતીકે તેમની સાથે મારઝૂડ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી.
28 ફેબ્રુઆરી 2006એ કર્યુ હતું અપહરણ
ઉમેશના જણાવ્યા અનુસાર જ્યારે તેણે અતીક અહમદના દબાણમાં નિવેદન આપવાથી પીછેહટ કરવાનો ઈનકાર કરી દીધો તો 28 ફેબ્રુઆરી 2006એ બંધૂકના દમ પર તેનું અપહરણ કરવામાં આવ્યું. એક વર્ષ બાદ ઉમેશની ફરિયાદ પર પોલીસે 5 જુલાઈ 2007એ અતીક, તેના ભાઈ અશરફ અને ચાર અજાણ્યા વ્યક્તિઓ વિરૂદ્ધ પ્રાથમિક ફરિયાદ નોંધાવી હતી.
પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટે 17 માર્ચે સુનાવણી પુરી કર્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જજ ડીસી શુક્લાએ 23 માર્ચે અતીકને રજૂ કરવા માટેનો આદેશ જાહેરા કર્યો હતો.