બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Atal foot over bridge at Ahmedabad also has no safety arrangements

ચેતવણી / અમદાવાદમાં મોરબી જેવી ઘટનાની રાહ જુએ છે તંત્ર..! અટલ ફૂટ ઓવર બ્રિજ પર સેફ્ટીના નામે મીંડુ, ક્યારે જાગશે તંત્ર

Dinesh

Last Updated: 03:47 PM, 31 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ખાતેના અટલ ફૂટ ઓવર બ્રિજ પર પણ સેફ્ટીના નામે મીંડુ, કોઈ દુર્ઘટના સર્જાય તો ફૂટ ઓવર બ્રિજ ખાતે ઈમરજન્સી રિસ્પોન્સની નથી વ્યવસ્થા

  • અમદાવાદના અટલ ફૂટ ઓવર બ્રિજ પર સેફ્ટીના નામે મીંડુ
  • અટલ બ્રિજ પર મુલાકાતીઓની સંખ્યાને લઈ નથી કોઈ મર્યાદા
  • દુર્ઘટના સર્જાય તો બ્રિજ પર ઈમરજન્સી રિસ્પોન્સની નથી વ્યવસ્થા


મોરબીમાં ઝૂલતા બ્રિજ પડવાની દુર્ઘટના બાદ રાજ્યના અન્ય સ્થળો પર આવેલા બ્રિજોને લઇને પણ સવાલો ઉઠ્યા છે ત્યારે હાલમાં જ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ખુલ્લો મુકવામાં આવેલા અટલ ફૂટ ઓવર બ્રિજ પર પણ મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઇ રહ્યાં છે. બ્રિજનું લોકાર્પણ પીએમ મોદીએ કર્યુ હોવાથી દેશભરમાંથી લોકો અટલ બ્રિજની મુલાકાતે પહોંચી રહ્યાં છે. ઘણી વખત તો બ્રિજ પર પગ મુકવાની પણ જગ્યા નથી હોતી ત્યારે મોરબી જેવી દુર્ઘટના અન્ય કોઇ સ્થળે ન સર્જાઇ તે માટે સાવચેતીના પગલા લેવાવા જોઇએ પરંતુ અટલ બ્રિજ ખાતે આવી કોઇ કામગીરી જોવા મળતી નથી. અટલ ફૂટ ઓવર બ્રિજ પર પણ સેફટીના નામે મીડું જણાઈ રહ્યું છે.

અટલ ફૂટ ઓવર બ્રિજ પર સેફ્ટીના નામે મીંડુ
મોરબીમાં બનેલી દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. આ દુર્ઘટના સર્જાયા પછી રાજ્યના વિવિધ ફૂટ ઓવર બ્રિજને લઈ સવાલો ઉઠી રહ્યાં છે. મોરબીમાં ઝૂલતા બ્રિજ તૂટવાને લઈ અનેક સવાલો તો ઉઠી રહ્યાં છે સાથે સાથે રાજ્યના અનેક બીજા પણ આવા ફૂટ ઓવર બ્રિજને લઈ પણ સવાલ ઉઠી રહ્યાં છે. અમદાવાદ ખાતેના અટલ ફૂટ ઓવર બ્રિજ પર પણ સેફ્ટીના નામે મીંડુ જણાઈ રહ્યું છે. કોઈ દુર્ઘટના સર્જાય તો ફૂટ ઓવર બ્રિજ ખાતે ઈમરજન્સી રિસ્પોન્સની કોઈ વ્યવસ્થા પણ નથી. અમદાવાદ સ્થિતનો અટલ બ્રિજ ખાતે મુલાકાતીઓની સંખ્યાને લઈ કોઈ પણ પ્રકારની મર્યાદા પણ નથી. દિવાળીના વેકેશનના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે. જેને લઈ ફરી કોઈ દુર્ઘટના ન સર્જાય તે મહત્વનું છે. 

સેફ્ટીને લઈ તંત્ર ક્યારે જાગશે
અટલ ફૂટ ઓવર બ્રિજ પર સેફ્ટીના નામે મીંડુ છે. જો દુર્ઘટના સર્જાય તો ફૂટ ઓવર બ્રિજ ખાતે ઈમરજન્સી રિસ્પોન્સની કંઈ પણ વ્યવસ્થા નથી. જો નિદ્રાધીન તંત્ર દુર્ઘટના પહેલા જાગી અને સેફટીને લઈ યોગ્ય પગલા ભરે તો મોરબી જેવી દુર્ઘટના બનતી રોકી શકાય છે. અમદાવાદની સાબરમતી નદી પર અટલ ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે જ્યા તંત્ર દ્વારા ટિકિટના દર પણ નક્કી કરાયા છે. બ્રિજનું સંચાલન અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવી રહ્યું છે પરંતુ જો મોરબી જેવી દુર્ઘટના સર્જાઇ તો સાવચેતીના ભાગરૂપે કેવી વ્યવસ્થા છે એ જાણવા પ્રયાસ કર્યો હતો પરંતુ બ્રિજ ખાતે માત્ર ટિકિટ ચેકિંગ માટે જ બ્રિજની બંન્ને છેડે 2-2 સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે તેને બાદ કરતા કોઇ પણ રેસ્ક્યૂ કે સુરક્ષા મુદ્દે કોઇ વ્યવસ્થા નથી. અટલ બ્રિજ ખાતે કેટલી સંખ્યામાં લોકોને પ્રવેશ આપવો તે પણ નક્કી નથી કરાયુ ત્યારે અમદાવાદ મનપા સામે પણ સવાલ ઉઠી રહ્યાં છે કે શું કોઇ દુર્ઘટના બાદ જ તંત્રની આંખ ઉઘડશે કે બોધપાઠ લઇને અમદાવાદ મનપા દ્વારા કોઇ વ્યવસ્થા ગોઠવી અને આગમચેતીના પગલા લેવાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ