astro tips know why three roti in thali avoid to serve
જરૂરી વાત /
થાળીમાં એક સાથે ભૂલથી પણ ન પીરસો 3 રોટલીઓ, થઈ શકે છે મોટુ નુકસાન, જાણો તેની પાછળ શું છે માન્યતા
Team VTV07:18 PM, 20 May 22
| Updated: 07:24 PM, 20 May 22
ઘણીવાર ઘરના લોકો કે વડીલોને એવું કહેતા સાંભળ્યા હશે કે થાળીમાં ત્રણ રોટલી ન પીરસવી જોઈએ. પરંતુ શું તમે જાણો છો તેની પાછળની માન્યતા શું છે? ના, તો ચાલો જાણીએ.
થાળીમાં કેમ ન પીરસવી જોઈએ 3 રોટલી?
માનવામાં આવે છે અશુભ
જાણો તેની પાછળ શું છે માન્યતા
જ્યોતિષ શાસ્ત્રમાં ઘણી બધી બાબતો પાછળ કેટલીક માન્યતાઓ હોય છે. જે બહુ ઓછા લોકો જાણે છે. પરંતુ તે બાબતોનું પાલન જરૂર કરે છે. આવી જ એક માન્યતા એ છે કે એક થાળીમાં એકસાથે 3 રોટલી ન પીરસવી જોઈએ.
જી હા, ઘણી વાર ઘરમાં દાદી કે માતાને કહેતા તમે સાંભળ્યા હશે કે થાળીમાં ત્રણ રોટલી કે ત્રણ ચીલા કે ત્રણ પુરીઓ એક સાથે ન પીરસવી જોઈએ. આવું આપણે સદીઓથી જોતા અને સાંભળતા આવ્યા છીએ. પરંતુ તેની પાછળની માન્યતા થોડા જ લોકો જાણે છે. આવો જાણીએ તેની પાછળનું કારણ.
થાળીમાં 3 રોટલી ક્યારેય ન મુકવી જોઈએ
જ્યોતિષમાં ત્રીણ નંબરને સારો માનવામાં આવતો નથી. માન્યતા અનુસાર નંબર ત્રણને પૂજા અથવા સામાન્ય જીવનથી પણ દૂર રાખવામાં આવે છે. જેથી જીવનમાં તેની ખરાબ અસર ઓછી થાય છે.
4-5ની સંખ્યામાં મુકો રોટલી
એવું માનવામાં આવે છે કે મૃતકની થાળીમાં ત્રણ રોટલી રાખવામાં આવે છે. તેથી જ જીવિત વ્યક્તિની થાળીમાં ત્રણ રોટલી રાખવામાં આવતી નથી. આમ કરવું અશુભ માનવામાં આવે છે. તેથી જો પરિવારના સભ્યો એક થાળીમાં 4-5 રોટલી અથવા પુરીઓ એકસાથે પીરસી શકે છે. માત્ર ત્રણના આંકડાને ટાળવા જોઈએ.
માન્યતાઓના અલગ અલગ કારણો
રોટલી ઉપરાંત હિન્દૂ પરિવારોમાં બીજી પણ ભોજન સાથે જોડાયેલી માન્યતાઓ છે. જેને લોકો માને છે અને બધી જ માન્યતાઓના અલગ અલગ કારણો હોય છે. આમ તો 3 રોટલી વાળી વાત સદીઓથી લોકો માનતા આવ્યા છે. જોકે તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. પરંતુ તો પણ આ વાતો એક પીઢીથી બીજી પેઢીમાં આવતી રહે છે અને લોકોના સ્વભાવનો ભાગ બની ચુક્યા છે.