બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Assembly Election 2022: Early elections in Gujarat?

તૈયારી કેટલી? / PM મોદીના શક્તિ પ્રદર્શન બાદ ગુજરાતમાં વહેલી ચૂંટણીની સંભાવના, જાણીલો તેના કારણો...

Vishnu

Last Updated: 11:37 PM, 11 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

5 રાજ્યોના પરિણામના બીજા જ દિવસે કેમ ગુજરાતમાં જંગી રેલીનું થયું હતું આયોજન?  વહેલી ચૂંટણી યોજવા પાછળ શું હોઈ શકે છે ભાજપનો એજન્ડા?

  • ગુજરાતમાં આવશે વહેલી ચૂંટણી?
  • 5 રાજ્યોના પરિણામની જોવા મળશે અસર?
  • શું વિપક્ષોને વધુ સમય ન આપવા હશે કોઈ રણનીતિ?

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાંથી 4 રાજ્યોમાં જંગી જીત.  અને તેના બીજા જ દિવસે ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદીની જંગી રેલી યોજાવી ગુજરાત માટે ખુબ મોટા સંકેત માનવામાં આવે છે.  અને આ સંકેત એટલે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી.  અત્યાર સુધી તો ડિસેમ્બરમાં જ ચૂંટણી આવશે તેવું ભાજપના નેતાઓ કહી રહ્યા હતા.  પરંતુ હવે પ્રધાનમંત્રી મોદીના શક્તિ પ્રદર્શન બાદ ગુજરાતમાં વહેલી ચૂંટણી આવશે તેવી શક્યતાઓ વધી ગઈ છે.  

પ્રધાનમંત્રી મોદીની જંગી રેલીનો શું મતલબ?
આ જય. જય. કાર, આ લાખોની જનમેદની.  જ્યાં જુઓ ત્યાં કેસરિયો જ કેસરિયો.  ઘણા લોકો માટે આ માત્ર પ્રધાનમંત્રી મોદીની ભવ્ય રેલી અને ભવ્ય સ્વાગતનોકાર્યક્રમ હશે.  પરંતુ નિષ્ણાતોના મતે આ કોઈ સામાન્ય રેલી કે,કાર્યક્રમ નથી.  પરંતુ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત છે.  વિધાનસભા ચૂંટણી વહેલી આવશે તેના એંધાણ છે. કારણ કે, 5 રાજ્યનો વિધાનસભા ચૂંટણીનું 10 માર્ચે પરિણામ આવ્યું.  જેમાં પંજાબને બાદકરતા 4 રાજ્યોમાં ભાજપે જંગી બહુમત સાથે કેસરિયો લહેરાવ્યો. અને આ જીત જ ભાજપ માટે જનતાને આકર્ષવા માટેનું સૌથી મોટું માધ્યમ છે. કારણ કે, આ તમામ રાજ્યોમાં પ્રધાનમંત્રી મોદીની રેલીઓ અને સભાઓની અસર જોવા મળી.  તેવામાં પોતાના હોમસ્ટેટમાં પ્રધાનમંત્રી આવે.  અને લાખોની જનમેદની ઉમટે એટલે સ્પષ્ટ સંકેતકહી શકાય કે, આ ગુજરાતની વિધાનસભા ચૂંટણીનો જ જય. જયકાર છે.    

પંચાયતના સભ્યોને સાથે બોલાવવાનો શું મતબલ?
આવા અનેક સવાલો હાલ ગુજરાતની રાજનીતિમાં શરૂ થઈ ગયા છે. કારણ કે, 5 રાજ્યોમાંથી ભાજપે 4 રાજ્યોમાં તો કેસરિયો લહેરાવ્યો છે.  પરંતુ એક રાજ્યમાં કોઈએ ધાર્યું પણ નહોતું તેવું સત્તા પરિવર્તન આવ્યું છે.  સીધા જ મુદ્દાની વાતકરીએ તો.      સૌથી પહેલો મુદ્દો એ છે કે, 5 રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ છે. કારણ કે, કોંગ્રેસ પ્રત્યેનો જનતાનો વિશ્વાસ ઘટી ગયો છે. તેવામાં ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ કોઈ મોટી નુકસાનીકરે તેવી શક્યતા નથી.  બીજી તરફ પંજાબમાં કોંગ્રેસ અને ભાજપ સહિતની પાર્ટીઓને મહાત આપીને આમ આદમી પાર્ટીએ જંગી બહુમત સાથે સત્તામાં એન્ટ્રીકરી છે. જેથી હવે પંજાબને મુદ્દો બનાવી આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાના મુળિયા જમાવવાના પ્રયાસકરશે. તેવામાં જો ગુજરાતમાં વહેલી ચૂંટણી આવે તો કોઈપણ વિપક્ષોને મજબૂત થવાનો સમય અને મોકો ન મળે.      અને તેનો સીધો જ ફાયદો ભાજપને થાય.  જોકે આ તો નિષ્ણાતોનું અનુકરણ છે. પરંતુ સત્તાવાર રીતે વહેલી ચૂંટણી આવશે તેવી કોઈ જાહેરાત નથી થઈ.  જોકે આ મુદ્દે અમે ગુજરાત સરકારના પ્રવક્તા સાથે વાતકરવાનો પ્રયાસકર્યો તો તેમણેકાંઈક આવો જવાબ આપ્યો હતો.    

પ્રધાનમંત્રી મોદીનું ગુજરાતમાં આવવું.  ભાજપના પ્રદેશ પ્રમુખની દરેક તાલુકામાં મુલાકાત.  સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો.  અને જિલ્લા પંચાયતના સભ્યોને એક જ જગ્યાએ ભેગાકરવા.  આ તમામ ઘટનાઓ સ્પષ્ટ પણે ગુજરાતમાં વહેલી ચૂંટણીના સંકેત છે.  ત્યારે જોવાનું એ રહેશે કે, ભાજપની આ તૈયારીઓને વિપક્ષો સમજી શકે છે કે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ