બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / ASI of Vadodara Rawapura police station rescued the injured girl, Harsh Sanghvi shared the video

મહેકાવી માનવતા / અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતી માટે વડોદરાના ASI દેવદૂત બનીને આવ્યા, હર્ષ સંઘવીએ વીડિયો કર્યો શેર

Vishnu

Last Updated: 06:06 PM, 16 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવતીને વડોદરાના ASI હોસ્પિટલ પહોંચાડીને બચાવી જીંદગી, હર્ષ સંઘવીએ વીડિયો કર્યો શેર

  • ખાખીએ મહેકાવી માનવતા
  • ASIએ યુવતીની કરી મદદ
  • ઇજાગ્રસ્ત થતાં દાખલ કરી સારવાર અર્થે

વડોદરામાં ખાખીએ માનવતા મહેકાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે..ખાખીની માનવતાનો વીડિયો ગૃહ રાજ્યમંત્રીએ હર્ષ સંઘવીએ ટ્વીટર હેન્ડલ પર શેર કરી વાયરલ કર્યો હતો.રાવપુરા પોલીસ મથકના ASIએ અકસ્માતગ્રસ્ત યુવતીને બચાવી હતી.ટ્રેલર સાથે વાહન ભટકાતા યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી.ASI સુરેશ હિંગળાજીયાએ યુવતીને SSG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી.વાહન અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોને ASI કફન પણ ઓઢાળે છે.પોતાની PCRમાં જ કફનનો સામાન સાથે રાખે છે.

યુવતીની વહારે આવનાર રાવપુરા પોલીસ સ્ટેશન ASI સુરેશભાઈ હિંગળાજીયાએ કહ્યું કે કાલે અમે જાહેર રસ્તાઓ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. બરાબર પોલીસ ભવનની સામેના રોડ પર સવારે વરસાદ પડેલો હતો જેના કારણે રોડ સ્લીપી થઈ ગયો હતો.આવતા જતા લોકો અહી પડી જતા હતા. જેમાં એક છોકરીનું એક્ટીવા સ્લીપ મારી પડી ગયું હતું. તેને માથાના ભાગે ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી. જે જોતા જ મૈ તાત્કાલિક 108ની રાહ જોયા વગર અમારી પીસીઆર વાનમાં ઘાયલ યુવતીને બેસાડી નજીકની SSG હોસ્પિટલમાં ખૂબ જ ઝડપથી ઈમરજન્સીના ધોરણે દાખલ કરી હતી.

ASI પ્રશંશા પત્રથી સન્માનિત
ખાખીની સેવાના વખાણ કરતાં ડીસીપી ઝોન 2 અભય સોનીએ જણાવ્યું કે અકસ્માત થાય અને ઝડપી સારવાર મળે તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિના બચવાના ચાન્સ ખૂબ વધારે હોય છે. યુવતીને માથાને ભાગે વાગ્યું હતું. જેથી સમયસૂચકતા વાપરી ASI સુરેશભાઈ હિંગળાજીયાએ તેમના સાથી પોલીસકર્મી સાથે મળી યુવતીને તાબડતોબ ખુદ જઈને હોસ્પિટલ ભેગી કરી હતી. હોસ્પિટલ પહોંચ્યા બાદ પણ સ્ટ્રેચરની રાહ ન જોતાં યુવતીને ઉપાડી હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. સારવાર બાદ યુવતી હાલ સ્વસ્થ છે. ASIની આ કામગીરી પ્રશંશાને પાત્ર છે. જેથી તેમણે પ્રમાણ પત્ર આપી બિરદાવવામાં આવ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ