બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / As the situation worsens in Ahmedabad due to corona, in the action of Gujarat government, the health minister immediately see what work has been done

ખડે પગે / અમદાવાદમાં કોરોનાથી સ્થિતિ વણસતાં ગુજરાત સરકાર એક્શનમાં, આરોગ્યમંત્રીએ તાત્કાલિક જુઓ શું કર્યું કામ

Mehul

Last Updated: 06:57 PM, 8 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલની પ્રવર્તમાન સ્થિતિ પર સમીક્ષા બેઠક. બેઠકમાં સારવાર માટે બેડની વ્યવસ્થા, ઓક્સિજનની ઉપલબ્ધતા,ટેસ્ટિંગ અંગેની તૈયારીઓનું આકલન

  • કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ પર સમીક્ષા બેઠક
  • તમામ પરિસ્થિતિઓ સામે લડત આપવા તૈયાર
  • અનુભવોથી શીખ મેળવી છે - આરોગ્ય મંત્રી

અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ ભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.બેઠકમાં  અમદાવાદ જિલ્લાની કોરોનાના કેસોની સ્થિતિ, સારવાર માટે બેડની વ્યવસ્થા, ઓક્સિજનની ઉપલબ્ધતા,ટેસ્ટિંગ અંગેની તૈયારી જેવા વિવિધ કોરોના સંલગ્ન  મુદ્દાઓનુ આંકલન કરીને કામગીરી અને આગોતરી તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.

કોરોનાની પ્રથમ અને બીજી લહેર માં અમદાવાદ શહેર અને જિલ્લા દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર પણ મેળવ્યો હતો.તેના આધાર પર ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન સાધી પરામર્શ કરીને સંભવિત ત્રીજી લહેરનો સામેનો કરવા એક્શન પ્લાન તૈયાર કર્યો હતો.
અમદાવાદ જિલ્લાના નાગરિકોને કોરોનાથી બચવા માટેના ઉપાયો અને કોરોના ગ્રસ્ત દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થાઓ ઊભી કરી તેનું સુદ્રઢ આયોજન કરવા તેઓએ  જણાવ્યું હતું

​​

રસીકરણ વેગવંત 

આ બેઠકમાં મંત્રીએ અમદાવાદ જિલ્લામાં 15 થી 18 વર્ષની વયના તરુણો અને અન્ય નાગરિકોના રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવી વધુમાં વધુ લોકોને વેક્સિનનો ડોઝ આપવા માટેના પગલાં હાથ ધરવા  જણાવ્યું હતું.રાજ્ય સરકાર પાસે કોરોનાની રસી નો પૂરતો જથ્થો હોવાનું પણ તેમણે કહ્યું હતું.

અમદાવાદ શહેરમાં એક સાથે 25000થી વધુ દર્દીઓ તેમજ ગ્રામ્ય સ્તરે  2100 થી વધુ દર્દીઓને કોરોનાની સારવાર આપી શકાય તે માટેની વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાઈ છે. જરૂરિયાત પ્રમાણે ખૂબ જ ટૂંકા ગાળામાં આ વ્યવસ્થા વધારી શકાય તે માટેનું પણ પ્રો-એક્ટિવ આયોજન કરવામાં આવ્યું છે.

જર્નીસ સોફ્ટવેર

ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા કોરોના સંલગ્ન જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું નાગરિકોને પોતાની સામાજિક જવાબદારી સમજીને અનુસરવા આરોગ્ય મંત્રીએ અનુરોધ કર્યો હતો.
મીડિયા સાથેના સંવાદમાં મંત્રીએ કોરોનાની સારવાર માટે બેડ,આઈ.સી.યુ, વેન્ટિલેટર , બેડની ઉપલબ્ધતા દર્શાવતું જર્નીસ સોફ્ટવેર રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હોવાનું જણાવી કોરોનાની પરિસ્થિતિઓમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સઘન સારવાર અપાવવા  આ સોફ્ટવેર આશીર્વાદરૂપ સાબિત થશે તેમ કહ્યું હતું.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ