ડ્રગ્સ કેસમાં ફસાયેલા બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન શનિવારે જેલમાંથી જામીન પર મુક્ત થયો છે. આર્યનને ગુરૂવારે સાંજે બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. હવે અહેવાલ છે કે આર્યન ખાન જેલમાં આટલા દિવસ રહ્યો. આ દરમ્યાન તેણે જેલમાં બંધ કેદીઓની મદદ કરવાનો નિર્ણય કર્યો છે.
શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન જામીન પર મુક્ત
આર્યન ખાને જેલમાં કેદીઓને આપ્યું વચન
કેદીઓના પરિવારને આર્થિક મદદ પહોંચાડશે
આર્યન ખાન કેદીઓના પરિવારને આર્થિક મદદ પહોંચાડશે
કેટલાંક રિપોર્ટમાં જેલ અધિકારીઓને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે પોતાની જામીનના સમાચાર સાંભળ્યાં બાદ આર્યન ખાન ખૂબ ખુશ થયો હતો. તેમણે પોતાનું ધ્યાન રાખવા માટે જેલના સ્ટાફનો આભાર પણ માન્યો છે. ત્યારબાદ આર્યને વચન આપ્યું છે કે તેઓ જેલમાં બંધ થયેલા કેટલાંક કેદીઓના પરિવારોને આર્થિક મદદ પહોંચાડશે. આ ઉપરાંત તેમણે આ કેદીઓને કાયદાકીય મદદ આપવાનું વચન પણ આપ્યું છે.
2 ઓક્ટોબરે કરાઈ આર્યનની ધરપકડ
ઉલ્લેખનીય છે કે નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોએ એક રેડ દરમ્યાન 2 ઓક્ટોબરે મુંબઈથી ગોવા જઇ રહેલા એક ક્રૂઝ શિપમાંથી આર્યન ખાનની ધરપકડ કરી હતી. ત્યારબાદ એનસીબીએ આર્યન પર ડ્રગ્સનો ઉપયોગ અને ખરીદ-વેચાણ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો.