બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / વડોદરા / Arvind Kejriwal big announcement for new govt jobs in gujarat

BIG NEWS / 'ગુજરાતમાં અમે 10 લાખ નોકરીઓ ઊભી કરીશું, જેમાં આદિવાસીઓને તેમનો પૂરો હક મળશે', કેજરીવાલની મોટી જાહેરાત

Dhruv

Last Updated: 03:18 PM, 7 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવિંદ કેજરીવાલ દ્વારા છોટાઉદેપુરના બોડેલીમાં યુવાઓ માટે અને એમાંય આદિવાસીઓ માટે રોજગારને લઇને વિશેષ જાહેરાત કરવામાં આવી.

  • બોડેલી સભામાં કેજરીવાલના રાજ્ય સરકાર પર પ્રહાર
  • ગુજરાતમાં અમે 10 લાખ નોકરીઓનું સર્જન કરીશું
  • નોકરીઓમાં આદિવાસીઓને મનો પૂરો કોટા મળશે

અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેઓએ છોટાઉદેપુરના બોડેલીમાં આજે જાહેરસભા સંબોધી હતી. એ દરમ્યાન તેઓએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, 'ગુજરાતમાં  પરીક્ષાઓના પેપર ફૂટી રહ્યાં છે. શું આ લોકો સરકાર ચલાવી રહ્યાં છે કે પછી ધર્મશાળા? આ લોકો માત્ર પેપર નથી સાચવી શકતા તો પછી આવા લોકોએ રાજીનામું આપી દેવું જોઇએ. અમે  દિલ્હીમાં 12 લાખ યુવાનોને રોજગાર અપાવી છે. મને નોકરી અપાવતા આવડે છે. હું લોકોના ઘરમાં ખુશીઓ જોવા માંગુ છું. અમે ગુજરાતના યુવાઓને વાયદો આપ્યો છે  જો અમારી સરકાર બનશે તો દર બેરોજગાર યુવકને 5 વર્ષમાં રોજગાર અપાવીશું. જ્યાં સુધી તેઓને રોજગાર નહીં મળે ત્યાં સુધી મહિનાના હિસાબથી તેઓને 3 હજાર રૂપિયાનું બેરોજગારી ભથ્થું મળશે.'

વધુમાં કેજરીવાલે કહ્યું કે, 'ગુજરાતમાં અમે 10 લાખ નોકરીઓનું સર્જન કરીશું. આ નોકરીઓમાં આદિવાસીઓને પૂરો હક મળશે, તેમનો પૂરો કોટા મળશે. દરેક ગામમાં સારી શાળાઓ હશે. દરેક ગામમાં મોહલ્લા ક્લિનિક બનાવીશું. દરેક ગામોને પાકી સડક સાથે જોડવામાં આવશે.

વધુમાં કેજરીવાલે કહ્યું કે, 'ગુજરાતમાં ઝેરી દારૂ પીવાથી અનેક લોકોના મૃત્યુ થયા છે. પણ હવે ગુજરાતમાં બદલાવ આવશે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. લઠ્ઠાકાંડ બાદ દર્દીઓને મુખ્યમંત્રી મળવા ન ગયા. દુઃખના સમયે કામ ન આવે તે શું કામનું. ગુજરાતમાં ગલીગલીએ દારૂ મળે છે. જો દારૂબંધી છે તો કરોડો રૂપિયાનો દારૂ કોણે વેચે છે.'

અમે લોકોએ દિલ્હીમાં સારી શાળાઓ આપી છે, લોકોને રોજગાર આપ્યો છે. દિલ્હીમાં લોકોને વીજળીનું ઝીરો બીલ આવે છે. પંજાબમાં સરકાર બન્યાના 3 મહિનામાં વીજ બીલ ઝીરો કર્યાં. પંજાબમાં 51 લાખ પરિવારના વીજ બીલ ઝીરો આવશે. મારી પાસે અને મારી પાર્ટી પાસે રૂપિયા નથી. ગુજરાતમાં AAPની સરકાર બનતા જ 3 મહિનામાં વીજબીલ ઝીરો કરીશું.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ