બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / Arjun kapoor Bhumi Pednekar film the lady killer could not even sell 300 tickets on the first day

બોલિવૂડ / આખા ભારતમાંથી 300 જણા પણ આ ફિલ્મ જોવા ગયા નહીં! સુપર-ડુપર સાબિત થઈ અર્જુન કપૂરની આ ફિલ્મ, કમાણીનો આંકડો તો જુઓ

Vaidehi

Last Updated: 10:29 AM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અર્જુન કપૂરની ફિલ્મ 'ધ લેડી કિલર' સિનેમાઘરોમાં 3 નવેમ્બરનાં રિલીઝ થઈ ગઈ છે. ટ્રેલર જોઈને લાગી રહ્યું હતું કે ક્રાઈમ અને સસ્પેંસથી ભરપૂર આ ફિલ્મ સારી હશે. જો કે રિલીઝ થયા બાદ પહેલા દિવસે સમગ્ર દેશમાંથી 300 દર્શકો પણ થિયટરમાં ન પહોંચ્યાં.

  • અર્જુન કપૂરની ફિલ્મ પહેલા જ દિવસે ફ્લોપ
  • ઓપનિંગ ડે પર 300 દર્શકો પણ મૂવી જોવા ન આવ્યાં
  • મેકર્સ અને સ્ટાર્સને મૂવીની કોઈ ચિંતા જ ન હોય તેવું લાગી રહ્યું છે

અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ' The Lady Killer' સિનેમાઘરોમાં 3 નવેમ્બરનાં રિલીઝ થઈ છે. આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસો પહેલાં જ સામે આવ્યું હતું જેમાં અર્જુન અને ભૂમિને મર્ડર મિસ્ટ્રીની વચ્ચે અફેયર ચલાવતા જોવા મળ્યું હતું. ટ્રેલર જોઈને લાગી રહ્યું હતું કે ક્રાઈમ અને સસ્પેંસથી ભરપૂર આ ફિલ્મ સારી હશે જો કે રિલીઝ બાદ આખી ગેમ પલટાઈ ગઈ!

પહેલા જ દિવસે ફ્લોપ
લાગે છે કે ' ધ લેડી કિલર'નાં સ્ટાર્સ અને મેકર્સને મૂવીની કોઈ ચિંતા જ નથી. એટલે જ તો ન તો અર્જુન અને ન તો ભૂમિએ આ મૂવીનું ટ્રેલર સોશિયલ મીડિયા પર શેર કર્યું અને ન તો કોઈએ પ્રમોશન કર્યું. વગર કોઈ જાણકારી આ મૂવી થિયેટરમાં રિલીઝ કરી દેવામાં આવી. 3 નવેમ્બરનાં સિનેમાઘરોમાં આવેલી આ ફિલ્મ પહેલા જ દિવસે ફ્લોપ થઈ ગઈ.

મોટું નુક્સાન
બોક્સ ઓફિસ રિપોર્ટ અનુસાર પહેલા દિવસે  અર્જુન કપૂરની આ ફિલ્મ જોવા 300 લોકો પણ નહોતા પહોંચ્યાં. Sacnilkનાં ટ્વીટ અનુસાર ધ લેડી કિલરનાં ઓપનિંગ જે પર આશરે 293 ટિકીટ વેંચાઈ હતી. તેવામાં ફિલ્મની પહેલા દિવસે કમાણી માત્ર 38 હજાર રૂપિયા રહી. કોવીડ કાળ બાદ અત્યાર સુધી કોઈપણ બોલીવુડ ફિલ્મે આથી ખરાબ કમાણી પોતાના પહેલા દિવસે કદાચ જ કરી શકે. આ નંબર્સ શોકિંગ છે.

કાસ્ટિંગ
ડાયરેક્ટર અજય બહલે આ ફિલ્મનું નિર્દેનશન કર્યું છે. આ પહેલા તેમણે ઋચા ચઢ્ઢા, અક્ષય ખન્ના અને મીરા ચોપડા સ્ટારર મૂવી 'સેક્શન 375' બનાવી હતી. તેને સિંગલ સ્ક્રીનથી લઈને મલ્ટીપ્લેક્સ સુધી ખબાર રિસ્પોન્સ જોવા મળ્યાં હતાં. દેશભરની જનતા અર્જુન અને ભૂમિની ફિલ્મ જોવામાં કોઈ જ રસ નથી દાખવી રહ્યાં. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાનાં 5 દિવસ પહેલાં રિલીઝ કરવામાં આવ્યું હતું જે કદાચ ફોર્માલિટી પૂરી કરવા માટે કરાયું હશે.  કહેવાઈ રહ્યું છે કે આ વિકેંટ બાદ ફિલ્મને સિનેમાઘરોમાંથી હટાવી દેવામાં આવશે. શક્ય છે કે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર બ્રોડકાસ્ટ કરવામાં આવે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ