કાર ખરીદતા પહેલા કઈ 5 વાતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે આજે અમે તમને જણાવશું.
નવી કાર ખરીદવાનો કોઈ પ્લાન બનાવી રહ્યા છો?
કાર ખરીદતા પહેલા આ 5 ખાસ બાબતો વિશે જાણવું જરૂરી
બજેટનું ધ્યાન રાખો
સમયસર લોકો જૂની ગાડી બદલીને નવી ગાડી લેતા હોય છે અને ઘણા લોકો એવા પણ હોય છે જએ પહેલી વખત ગાડી ખરીદતા હોય છે એમના માટે આ સમાચાર ઉપયોગી છે. આપણે બધા જાણીએ છીએ કે દોઢ મહિના પછી નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને જો તમે પણ નવા વર્ષની શરૂઆતમાં નવી કાર ખરીદવાનો કોઈ પ્લાન બનાવી રહ્યા હોય તો કાર ખરીદતા પહેલા આ 5 ખાસ બાબતો વિશે જાણવું ખૂબ જરૂરી છે. જો તમે આ 5 બાબતોને ફોલો કરશો પસ્તાયા વીના અને કોઈ પણ પરેશાની વિના નવી કાર ખરીદી શકશો. કાર ખરીદતા પહેલા કઈ 5 વાતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે આજે અમે તમને જણાવશું.
1. બજેટનું ધ્યાન રાખો
કોઈપણ નવી કાર ખરીદતા પહેલા ધ્યાન રાખો કે તમને જએ કાર ગમે છે કેટલની છે અને તમારું બજેટ શું છે? કર ખરીદતા સમયે સૌ પ્રથમ તમારે તમારું બજેટ ફાઇનલ કરવું પડશે. ઘણી વખત એવું બને છે કે લોકો ઉત્સાહિત થઈને મોંઘી કાર ખરીદે છે અને પછી તેના હપ્તા ભરવામાં અઘરું પડે છે.
2. સારી કાર સિલેકટ કરો
જો તમે એકદમ નવી કાર ખરીદવાની યોજના બનાવી છે પણ એ કાર તમારા બજેટ કરતાં વધુ છે તો એ કાર રહેવા દો અને તમારા બજેટની અંડર સારા ફીચર્સ ધરાવતી કારની લિસ્ટ બનાવીને તેમાંથી જએ બેસ્ટ લાગે એ જ કાર ખરીદો.
3. બોડી ટાઈપ પસંદ કરો
ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ઘણી કાર ઉપલબ્ધ છે અને બધી જ અલગ-અલગ કિંમતના સેગમેન્ટમાં આવે છે.પણ દરેક કારએક બોડી ટાઈપમાં આવે છે અને એ મુજબ કર ખરીદતા પહેલા મનપસંદ કાર બોડી ટાઈપની પસંદગી કરવી જોઈએ. ભારતમાં હેચબેક, એસયુવી અને સેડાન જએવી ઘણી બોડી ટાઈપની કાર છે.
4. ઇવી કે ફ્યુઅલ
કાર ખરીદતા પહેલા નક્કી કરવું પડશે કે તમારે ઇલેક્ટ્રિક કાર ,પેટ્રોલ કે સીએનજી કેવી કાર ખરીદવી છે. બજારમાં દરેક પ્રકારના વિકલ્પો છે એ બધાની કિંમતમાં તફાવત છે એટલા માટે જ્યારે પણ નવી કાર ખરીદવા જાવ તો પહેલા આ વિશે નક્કી કરી લેવું જોઈએ.
5. 2-3 ડીલરો પાસે જઈને સારી ડીલ શોધો
જ્યારે પણ તમે નવી કાર ખરીદવાનું વિચારો છો ત્યારે તમારે એક ડીલરની નહીં પરંતુ 2-3 કે તેથી વધુ ડીલરોની મુલાકાત લેવી જરૂરી છે. આમ કરવાથી સારી ડીલની સાથે સાથે પૈસા બચાવવાની તક પણ મળશે.