બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Approval for bulk drug park near Bharuch

લીલીઝંડી / કેન્દ્ર સરકારની ભરૂચને મોટી ભેટઃ 1000 કરોડના ખર્ચે તૈયાર થશે બલ્ક ડ્રગ પાર્ક, જાણો વિગતે

Vishnu

Last Updated: 10:52 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કિમસ્ટિયરિંગ કમિટી દ્વારા ભરૂચના જંબુસર ખાતે  બલ્ક પાર્ક માટે અપાઇ સૈદ્ધાંતિક મંજૂરી

  • ભરૂચ પાસે ડ્રગ પાર્કને મંજૂરી
  • કેન્દ્ર સરકારે બલ્ક ડ્રગ પાર્કને આપી મંજૂરી
  • રૂપિયા 1 હજાર કરોડની સહાય કરશે કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકાર ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા આવશે. ગુજરાત સાથે સાથે આંધ્ર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવાની કેન્દ્ર સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.

કેન્દ્ર 1000 કરોડની સહાય કરશે
ગુજરાતમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (GIDC) દ્વારા જગ્યા આઈડેન્ટીફાઈ કરી બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા અર્થે એક પ્રપોસલ તૈયાર કરીને કેન્દ્ર સરકારની સ્કીમ સ્ટીયરીંગ કમીટી (SSC) સમક્ષ ડિટઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. સ્કીમ સ્ટીયરીંગ કમિટી દ્વારા પ્રપોસલની ચકાસણી બાદ જંબુસર ખાતે કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી સાથેનું બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા અર્થે સૈદ્ધાંતિક મંજૂરી આપી લીલીઝંડી આપી છે. આથી ભારત સરકાર દ્વારા રાજ્યમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી સાથેનું બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા આશરે રૂ. 1000 કરોડની સહાય આપવામાં આવશે, જેથી સ્પર્ધાત્મક ભાવે બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન શક્ય બનશે. આ પાર્ક થકી રાજ્યના બલ્ક ડ્રગ ઉદ્યોગ અને મેડિકલ ઉદ્યોગને બહોળો ફાયદો થશે.

બલ્ક ડ્રગની જરૂર કેમ?
ગુજરાતને ફાર્મા ઉદ્યોગનું કેપિટલ માનવામાં આવે છે. રાજ્યમાં ફાર્મા ઉદ્યોગ ખૂબ જ વ્યાપક પ્રમાણે સ્થપાયેલો છે. મેડિકલ ડિવાઇસીસ અને બલ્ક ડ્રગનાં ઉત્પાદન ક્ષેત્રે પણ ગુજરાત રાજ્ય દેશમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. ભારત સરકારના કેમિકલ અને ફર્ટીલાઇઝર મંત્રાલય અંતર્ગત ડીપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટીકલ્સ દ્વારા મેડિકલ ડિવાઇસીસ પાર્ક તેમજ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ બનાવવામાં આવેલી છે. આ યોજનાઓનો લાભ લઇ ગુજરાતમાં પણ આ પ્રકારના પાર્ક બનાવીને ગુજરાતના ફાર્મા ઉદ્યોગના ઝડપથી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થકી નવી ઇન્ડસ્ટ્રીઝના વિકાસ થકી ગુજરાતમાં રોકાણ વધારવા અને રોજગારીની તકો વધારવા રાજ્ય સરકાર હંમેશા કાર્યરત છે.

શું ફાયદો થશે?
રાજ્યમાં નવી રોજગારની તકો ઉભી થશે અને રાજ્યના ઔધોગિક વિકાસને ગતિ મળશે. હાલમાં રાજ્યમાં આવેલ વિવિધ કેમિકલ અને ફાર્મા ઉદ્યોગ તેમાં વપરાતા બલ્ક ડ્રગ્સ આયાત કરે છે. રાજ્યમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થપાવાથી આવા બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન ગુજરાતમાં જ શક્ય બનશે. આથી ભારત સરકારનું  મેઇક ઈન ઈન્ડિયા અને 'આત્મનિર્ભર ભારત'નું સ્વપ્નને સાકાર કરી શકાશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ