બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Another route of Ahmedabad Metro started people flocked to enjoy the ride

સપનું સાકાર / VIDEO: અમદાવાદ મેટ્રોનો વધુ એક રુટ શરૂ, લોકો મોટી સંખ્યામાં સવારી માણવા ઉમટી પડ્યા

Kishor

Last Updated: 08:53 PM, 6 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મેટ્રો ટ્રેનનો ફેઝ-1ના ઉત્તર અને દક્ષિણ છેડાને જોડતો મોટેરા સ્ટેડિયમથી વાસણા APMC સુધીનો રૂટ શરૂ કરાયો છે.

  • અમદાવાદમાં સંપૂર્ણપણે દોડતી થઈ મેટ્રો ટ્રેન 
  • મેટ્રો ટ્રેનનો વધુ એક રુટ શરૂ થયો
  • મોટેરા સ્ટેડિયમથી વાસણા APMC સુધીનો રૂટ શરૂ 

અમદાવાદમાં મેટ્રોરેલના બીજા રૂટ પર સફરનું સપનું હવે સાકાર થઈ ગયું છે. આજથી ફેઝ-1ના ઉત્તર અને દક્ષિણ છેડાને જોડતો મોટેરા સ્ટેડિયમથી વાસણા APMC સુધીની મેટ્રો ટ્રેનનો રૂટ શરૂ થયો છે.  જેને લઇને મેટ્રો ટ્રેનમાં સફરનો આનંદ લેવા ઇચ્છતા લોકો માટે માર્ગ મોકળો થયો છે. સંપૂર્ણ રૂટની સવારી શરૂ થતાં હવે ધૂળ-ધુમાડો વગર વાયુ વેગે દોડતી સફરનો લોકો આનંદ માણી શકશે.

અમદાવાદમાં સંપૂર્ણપણે મેટ્રો ટ્રેન દોડતી થઈ
આજથી મોટેરા સ્ટેડિયમથી વાસણા APMC સુધીની મેટ્રો ટ્રેનનો રૂટ શરૂ કરી દેવામા આવ્યો છે.  વાયુ વેગે દોડતી આ મેટ્રો ટ્રેનમાં મોટેરા સ્ટેશનેથી બેસતાં જ સૌથી પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો અદભુત નજારો ટ્રેનમાંથી જોવા મળી રહ્યો છે. આ અગાઉ ગત 30 સપ્ટેમ્બરે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1ના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા થલતેજથી વસ્ત્રાલ ગામના રૂટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ હવે ઉત્તર દક્ષિણ રૂટ શરૂ થઈ જતાં હવે અમદાવાદમાં સંપૂર્ણપણે મેટ્રો ટ્રેન દોડતી થઈ ગઈ છે. 
 
 લોકો મેટ્રોની સવારી માણવા પહોંચ્યા
આજે બીજા તબક્કામાં કોરિડોર-1 વેજલપુર APMCથી મોટેરા સ્ટેડિયમ વચ્ચેના 18 કિમીના રૂટ પર મેટ્રો ટ્રેન સેવાની શરૂઆત થતાં મોટી સંખ્યામાં લોકો મેટ્રોની સવારી માણવા પહોંચ્યા હતા. આ દારમિયાન લોકોએ મેટ્રોમાં સફર કરતા ખુશી સાથે  પોતાના અનુભવો પણ જણાવ્યા હતા. અમદાવાદની સૌથી મોટી સમસ્યા વર્ષોથી ટ્રાફિકની રહીં છે ત્યારે હવે જાહેર ટ્રાન્સપોર્ટેશનના માધ્યમ તરીકે મેટ્રોની શરૂઆત થતા આંશિક રાહત મળશે. ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મેળવવા અને સમય તથા પૈસાનો બચાવ કરવા મેટ્રો ટ્રેન ખૂબ ઉપયોગી થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ