બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Another explosion near the Golden Temple in Amritsar at midnight, this is the third blast in 5 days.

પંજાબ / અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે મધરાત્રે ફરી એકવાર વિસ્ફોટ, 5 દિવસમાં આ ત્રીજો બ્લાસ્ટ, 1 શકમંદની અટકાયત

Priyakant

Last Updated: 07:39 AM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Golden Temple Blast News: રાત્રે એક વાગ્યે કોરિડોર બાજુ સ્થિત શ્રી ગુરુ રામદાસ સરાય પાસે થયો બ્લાસ્ટ, ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી

  • ગુરુવારે પંજાબના અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે ફરી એકવાર વિસ્ફોટ
  • રાત્રે એક વાગ્યે કોરિડોર બાજુ સ્થિત શ્રી ગુરુ રામદાસ સરાય પાસે થયો બ્લાસ્ટ 
  • છેલ્લા પાંચ દિવસમાં આ ત્રીજો બ્લાસ્ટ, પોલીસે અમૃતસરથી એક શકમંદની કરી અટકાયત

ગુરુવારે પંજાબના અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે ફરી એકવાર વિસ્ફોટ થયો હોવાનુ સામે આવ્યું છે. બ્લાસ્ટને કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. છેલ્લા પાંચ દિવસમાં આ ત્રીજો બ્લાસ્ટ છે. પોલીસે અમૃતસરથી એક શકમંદની અટકાયત કરી છે. આ બ્લાસ્ટ સુવર્ણ મંદિર પાસે રાત્રે એક વાગ્યે કોરિડોર બાજુ સ્થિત શ્રી ગુરુ રામદાસ સરાય પાસે થયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. 

શ્રી ગુરુ રામદાસ સરાય પાસે થયેલ આ વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના લોકો બહાર આવી ગયા હતા. તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદમાં ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી. જોકે બ્લાસ્ટની આ જગ્યા પહેલા બ્લાસ્ટની જગ્યાથી સાવ અલગ હતી. નવીનતમ વિસ્ફોટ પ્રથમ ઘટના સ્થળથી લગભગ બે કિલોમીટર દૂર થયો હતો. 

સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે અમૃતસરથી એક શકમંદની અટકાયત કરી છે. પંજાબ પોલીસ ગુરુવારે સવારે 11 વાગ્યે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરશે. ડીજીપી ગૌરવ યાદવ આ કોન્ફરન્સને સંબોધિત કરી શકે છે. 

શનિવારે સાંજે પણ થયો હતો બ્લાસ્ટ 
ગયા શનિવારે પણ સુવર્ણ મંદિરના પાર્કિંગમાં બનેલી રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થયો હતો. ત્યારે પોલીસે કહ્યું કે, તે ચીમની બ્લાસ્ટ હતો. શનિવારના બ્લાસ્ટના મામલામાં પંજાબ પોલીસની મોટી બેદરકારી સામે આવી છે. તુરંત ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે રેસ્ટોરન્ટની ચીમનીમાં વિસ્ફોટ થવાથી બ્લાસ્ટ થયો હોવાનું જણાવ્યું હતું. આ પછી ન તો સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવ્યો કે ન તો વિસ્તારને કવર કરીને માર્કિંગ કરવામાં આવ્યું. એટલું જ નહીં, ફોરેન્સિક તપાસ માટે આ વિસ્તારને તાત્કાલિક સીલ પણ કરવામાં આવ્યો ન હતો. 

સોમવારે થયેલા વિસ્ફોટમાં વિસ્ફોટકને ધાતુના કેસમાં રાખવામાં આવ્યો હતો અને પોલીસે સ્થળ પરથી ધાતુના ઘણા ટુકડાઓ કબજે કર્યા હતા. એવી શંકા છે કે, પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફરનો ઉપયોગ કરીને ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED) દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિસ્ફોટક હેરિટેજ પાર્કિંગમાં લટકાવવામાં આવ્યો હતો અને ત્યાં બ્લાસ્ટ થયો હતો. સ્થાનિક એફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચીને સેમ્પલ લીધા છે. શનિવારે થયેલા બ્લાસ્ટ બાદ ત્યાં હાજર શ્રદ્ધાળુઓ ગભરાઈ ગયા હતા. જ્યાં બ્લાસ્ટ થયો હતો ત્યાંથી ગોલ્ડન ટેમ્પલ માત્ર એક કિલોમીટર દૂર છે. વિસ્ફોટની તીવ્રતા એટલી જોરદાર હતી કે કેટલાક ઘરોની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ